News of Thursday, 25th June 2026
વિસાવદરમાં ૨૫મી જૂન ગુરુવારે સાંજે ૬ કલાકે સરદાર ચોકમાં મોહર્રમ નિમીત્તે એકતા સભા
યા અલી યંગ કમેટીનુ આયોજન : શહેર-તાલુકાના તમામ સમાજના આગેવાનો-નગરજનોને આમંત્રણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરમાં ૨૫મી જૂન-૨૦૨૬ ગુરુવારે સાંજે ૬ કલાકે સરદાર ચોકમાં મોહર્રમ નિમીત્તે એકતા સભાનુ યા અલી યંગ કમેટીએ આયોજન કર્યુ છે. જેમાં વિસાવદર શહેર-તાલુકાના તમામ સમાજના આગેવાનો-નગરજનોને આમંત્રણ પાઠવાયું છે.
વિસાવદરની યા અલી યંગ કમેટીના જણાવ્યા અનુસાર સત્ય માટે પોતાના અને પરીવાર તથા ૭૨ સાથીઓની પ્રાણની આહુતિ આપનાર અને સમગ્ર માનવ જાતને શાંતિનો સંદેશો આપનાર શહિદોના શહિદે ઈમામે હુસૈનની યાદમાં અને ઇસ્લામના નવા વર્ષની દુવા ખૈર માટે એકતા સભાનું આયોજન કરેલ છે. જેમા તમામ હિન્દુ-મુસ્લીમ ભાઇઓને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે. એકતા સભાની તા.૨૫-૦૬-૨૦૨૬ ગુરૂવાર, સાંજે ૬:૦૦ કલાકે, સરદાર ચોક, ધારી બાયપાસ રોડ, વિસાવદર
નિમંત્રક : યા અલી યંગ કમેટી – વિસાવદર મો. ૯૭૨૪૧ ૭૯૧૮૪, ૭૦૪૧૨ ૩૨૦૯૭.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
