<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 9 નવેમ્બર મુક્તિ દિન નિમિત્તે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો.

-- બહાઉદ્દીન કોલેજના સમગ્ર પરિસર ખાતે શહેરીજનોમાં હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ૯ મી નવેમ્બર આરઝી હકૂમત દિન (જૂનાગઢ મુક્તિ દિન )નિમિતે આજ રોજ તા:૦૯/૧૧/૨૦૨૬ સમય :૭ કલાકે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો.જેમાં.મેયર ધર્મેશ ડી પોશિયા,ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,ડે.મેયર આકાશભાઈ કટારા,સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર,નાયબ કમિશનર જયેશભાઈ વાજા,શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા,શાસકપક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઇ અજવાણી,કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ,વંદનાબેન દોશી,સોનલબેન પનારા,જમકુબેન છાયા, આસિ.કમિશ્નર (ટેક્સ) કલ્પેશભાઇ જી. ટોલિયા,અગ્રણી ભાવનાબેન હીરપરા,પ્રદીપભાઈ ખીમાણી,શ્રેયસભાઈ ઠાકર,યોગીભાઈ પઢિયાર વગેરે મહાનગર પાલિકા,જૂનાગઢના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બહાઉદ્દીન કોલેજના સમગ્ર પરિસર ખાતે શહેરીજનોમાં હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારુન ભાઈ વિહળ દ્વારા કરવામાં આવેલ હતું.

(10:47 AM IST)