હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 17th October 2026
નવરાત્રિના છઠ્ઠા નોરતે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લાણી વિતરણ
કાલિકા પ્લોટ ખાતે ભૂલકાઓને ભેટ આપી ખુશીઓ વહેંચી: ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના દીર્ઘાયુષ્ય માટે મા ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરી.

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નવરાત્રિના પાવન પર્વમાં મોરબીમાં આસ્થાની સાથે વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે નવરાત્રિના છઠ્ઠા નોરતે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ દ્વારા કાલિકા પ્લોટ ખાતે આવેલી આંગણવાડીમાં જઈને નાના ભૂલકાઓને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મા ખોડિયારના આરાધના પર્વ નિમિત્તે કોર્પોરેટર મેઘાબેન પોપટે આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવી તેઓને ભેટ-સોગાદો અર્પણ કરી હતી. બાળકોના ચહેરા પરની ખુશી જોઈને તેમણે ધન્યતા અનુભવી હતી. આ સેવાકીય કાર્યની સાથે તેઓએ મોરબીના ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મા ખોડિયારના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરી હતી. તેમજ માતાજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વર્ષા કરે તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
