તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
રવિવારે જુનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા પૂ. મુક્તાનંદ બાપુના જન્મોત્સવ નિમિતે લઘુરૂદ્ર યજ્ઞ

(વિનુ જોષી દ્વરા) જુનાગઢ, તા. ૧પ : અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને શ્રી પંચ અગિ્ન અખાડાના સભાપતિ પૂ. મુક્તાનંદજી મહારાજનો રવિવારે ૬૮મો પ્રાગટય દિન હોય જેની દેશ-વિદેશમાં સેવક સમુદાય દ્વારા સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે.
ત્યારે જુનાગઢના રાજગોર બ્રાહ્મણ યુવક-મંડળના મોભી અશોકભાઇ પંડયા તથા પ્રમુખ કમલેશભાઇ ભરાડ અને તેની સમગ્ર ટીમ દ્વારા રવિવારે બિલનાથ મહાદેવના સાનિધ્યમાં મહંત પૂ. ગણેશાનંદ બાપુની ઉપસ્થિતિમાં સવારે ૭ કલાકથી બપોરે ૧ર કલાક સુધી પૂ. બાપુના નિરામય દિર્ઘાયુ માટે લઘુ રૂદ્ર યજ્ઞનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિને જાહેર નિમંત્રણ છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
