<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

વલ્લભીપુરમાં દોઢ, ટંકારા, પાલીતાણા, ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ

રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોધમાર વરસાદની રાહઃ છૂટોછવાયો ઝાપટારૂપે વરસતો વરસાદ

 

પ્રથમ તસ્‍વીરમાં ટંકારા અને બીજી તસ્‍વીરમાં આટકોટમાં પડેલ વરસાદ નજરે પડે છે.(૨.૭)

રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોધમાર વરસાદની રાહ વચ્‍ચે છૂટોછવાયો વરસાદ વરસી જાય છે. ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ, પાલીતાણા, ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે ટંકારામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્‍યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેરમાં અષાઢી બીજે મેઘરાજાએ અમી છાંટણા વરસાવી શુકન સાચવ્‍યા હતા. રથયાત્રાના પ્રસ્‍થાન બાદ તુરંત સવારે ઘોઘા સર્કલથી રૂપાણી જતા સવારના સમયે ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વલ્લભીપુરમાં સૌથી વધારે દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્‍યારે ઉમરાળા અને પાલીતાણામાં અડધા ઇંચ થી વધુ વરસાદ વરસ્‍યો હતો. વલ્લભીપુરમાં ૩૩ મિલી મીટર, ઉમરાળામાં ૧૭ મિલીમીટર, પાલીતાણામાં ૧૬ મિલીમીટર, ગારીયાધાર અને મહુવામાં ૬ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

ભાવનગર શહેરમાં વરસાદ વરસતા ગઈ કાલે શહેરમાં મહત્તમ તાપમાન ૩૬.૯ ડિગ્રી સેન્‍ટીગ્રેડ હતું તે આજે એક જ દિવસમાં ૩.૨ ડિગ્રી સેન્‍ટીગ્રેડ ઘટીને ૩૩.૭ ડિગ્રી સેન્‍ટીગ્રેડ થઈ ગયું હતું. જેથી ગરમી ઘટી હતી.  ભાવનગર શહેરમાં પヘુિમ વિસ્‍તારમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો જ્‍યારે પૂર્વ વિસ્‍તાર જ્‍યાં રથયાત્રા પસાર થાય છે ત્‍યાં ૬.૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લામાં આજથી તા.૨૨ જુલાઈ સુધી હળવા અને ઝરમર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

ટંકારા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ ટંકારા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અત્‍યારે રાત્રિના સમયે વરસાદી માહોલ જામ્‍યો છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ રાત્રિના સમયે પડેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અષાઢી બીજે સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના ૮ થી ૧૦ વાગ્‍યા સુધીમાં ૧૧ એમ એમ  વરસાદી ઝાપટાના  કારણે વાતાવરણ આહલાદક બની ગયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના ધ્રોલમાં ૭ મી.મી. અને લાલપૂરમાં ર મી.મી. વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસ્‍યો છે.

જામનગરનું મહતમ તાપમાન ૩૪.૬ ડિગ્રી, લઘુતમ ૨૭.૫, હવામાન ભેજ ૭૮ ટકા અને પવનની ઝડપ ૧૩ કિ.મી. રહી હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ વહેલી સવારે વરસાદી ઝાપટા વરસ્‍યા હતા રોડ રસ્‍તા ભીના થયા હતા. ખેડુતો હવે મેઘરાજાની રાહ જોઇ રહયા છે ત્‍યારે બે દિવસથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે. ગરમી અને ઉકળાટ થાય છે ત્‍યારે હવે વરસાદ આવશે તેવી આશા રાખી રહયા છે. ત્‍યારે વહેલી સવારે વરસાદી ઝાપટા વરસ્‍યા હતા. ધોધમાર વરસાદ વરસે તેવી ખેડુતો ભગવાનને પ્રાર્થના કરી રહયા છે.(૨.

(11:09 AM IST)