News of Saturday, 1st August 2026
પૂર્વ કચ્છમાં એકથી દોઢ ઇંચ વરસાદ અન્યત્ર ઝાપટા સાથે વરસાદી માહોલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : સખત ગરમી બફારા બાદ ગઈકાલે મોડી રાતથી પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજારમાં મેઘસવારી સાથે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. દરમ્યાન ભુજ સહિત પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં ક્યાંક ઝાપટાં તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ સાથે મેઘરાજાએ સારા વરસાદની આશા જીવંત રાખી છે. કચ્છ જિલ્લામાં આ વખતે ચોમાસું મોડું શરૂ થયું છે અને પ્રથમ રાઉન્ડના આરંભમાં પણ સામાન્ય વરસાદ પડ્યો હોઈ હવે બીજા રાઉન્ડમાં લોકોને સારા વરસાદની આશા છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
