News of Wednesday, 4th November 2026
ખંભાળિયા પાલીકાના ત્રણ કામદારોને નોકરીમાં કાયમી કરવાનો આદેશ

ખંભાળિયા તા.૪, ખંભાળીયા નગર પાલીકા ના કુલ ૩ કામદારોને કાયમી ના તમામ લાભો ચૂકવાનો ઔદ્યોગીક અદાલતે ન્યાયી હુકમ કર્યો હતો. ખંભાળીયા નગર પાલીકા ખાતે ફરજ બજાવતાં કામદારો દેરાજ રામદે કારીયા, રામદે હમીરભાઈ જામ, અરવિદ મુળજીભાઈ નકુમ કામદારો યુનિયનના સભ્ય છે.
ઉપરોકત કામદારો નગર પાલીકામાં કલાર્ક અને પટાવાળા તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કાયમી સેટઅપ માહેની ખાલી જગ્યાઓ ઉપર ફીકસ પગાર થી ફરજો બજાવતા હોવા છતા નગર પાલીકાદ્વારા કાયમી કરવામા ન આવતા કામદારોએ અમો યુનિયન મારફત ઔદ્યોગિક અદાલત સમક્ષ કેસ કરેલ. જે દરમ્યાન આ કેસમાં ઔદ્યોગિક અદાલતે તા.૨૩/૧૦/૨૦૨૬ના હુકમથી કામદારો ને દાખલ તારીખથી ૨૪૦ દિવસ થયા ત્યારથી કાયમી કરવાનો અને તે મુજબ પગાર ધોરણ ચુકવવાનોહુકમ કરેલ છે.
ઉપરોકત કેસમાં ૨ કામદારો ગ્રેજયુએટ હોય ક્લાર્ક તરીકે ની લાયકાત ધરાવતા હોય જેથી તેઓને વર્ગ ૩ માં કાયમી કરવા તેમજ એક કામદાર પટાવાળા તરીકે ફરજ બજાવતા હોય તેઓને વર્ગ ૪ માં કાયમી કરવાનો ન્યાયી હુકમ ઔધોગિક અદાલતના પ્રમુખ અધિકારી પી.એ.માલવિયાએ ફરમાવેલ છે.
આ કેસમાં કામદારના પ્રતિનિધિ તરીકે શ્રી હમીદ એચ. દેદા તથા શ્રી તાર મામદ એચ. સમા તથા સંદિપ કે. દાવડા રોકાયા હતા.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
