<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

જામનગરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ પર GUJCTOC હેઠળ સકંજો: અલ્તાફ ખફી સહિત ૫૨ ગુનાવાળી ગેંગના ૯ સભ્યો ઝડપાયા

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શનમાં કાર્યવાહી: અસલમ ખીલજી અને અલ્તાફ ખફીની અલગ-અલગ સિન્ડિકેટ સામે કાર્યવાહી; LCB-SOGની ટીમે પકડ્યા આરોપી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૮ : જામનગર જિલ્લા વિસ્તારમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓની ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ લેવા માટે GUJCTOC એક્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ-રાજકોટના  નિર્લિપ્ત રાય (IPS) ની સૂચના મુજબ અને પોલીસ અધિક્ષક  ડો. રવિ મોહન સૈની (IPS) ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં અસલમ કરીમ ખીલજી તથા અલ્તાફ ગફાર ખફી એમ બન્નેની અલગ-અલગ સંગઠિત ગુના આચરતી ટોળકી (syndicate) વિરુદ્ધ GUJCTOC એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

 

GUJCTOC ના ગુનાના તપાસનીસ અધિકારી નાયબ પોલીસ અધિક્ષક  જયવીરસિંહ ઝાલાની રાહબરી હેઠળ એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.બી. ચૌધરી, પો.સબ ઇન્સ શ્રી એમ.વી ભાટીયા, એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી બી.એન. ચૌધરી તથા એલ.સી.બી./એસ.ઓ.જી ની ખાસ ટીમ દ્વારા આરોપીઓને પકડવા કાર્યવાહી કરવામાં આવી હતી.

 

ઝડપાયેલા આરોપીઓ

 

 

1. અલ્તાફ ગફાર ખફી*, સમુરા, રહે. ટીટોડીવાડી, ખોજાનાકા બહાર, જામનગર (કોર્પોરેટર)

2. સમીર હકલ ચૌહાણ*, પટણી, રહે. પટણીવાડ, પીલડી ફળી, જામનગર

3. જુનેદ ઉર્ફે જુની રજાકભાઈ ચૌહાણ*, પટણી, રહે. પટણીવાડ, જામનગર

4. ઈસ્તિયાક યુનુસ કુરેશી*, પટણી રહે. મહારાજા સોસાયટી, જામનગર

5.  મોસીન ઉર્ફે પચાસી મહેબૂબ ભાઈ રૂમી*, આરબ, રહે. ન્યુ હર્યદમીલની ચાલી પાસે, જામનગર

6.  તોહિતખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન શેખ*, પઠાણ, રહે. રબાની પાર્ક, મોરકંડા રોડ, જામનગર

7.  તબરેજ રફીક હાલાણી*, સમુરા, રહે. ટીટોડીવાડી, નસલ્વર સોસાયટી, જામનગર

8.  હમીદ ઉર્ફે રાજો જાનમામદ બ્લોચ*, મકરાણી, રહે. ખોજા નાકા, ટીટૉડી વાડી, જામનગર

9.  અબસુ ફીર્ાન રહેમા ન કુરેશી*, પટણી રહે. અમન સોસાયટી પાસે, જામનગર

 

પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ અને અન્ય સાગરીતોને પકડવા કાર્યવાહી ચાલુ છે. GUJCTOC હેઠળ કાર્યવાહીથી સંગઠિત ગુનાખોરી પર અંકુશ આવશે તેવી અપેક્ષા છે.

(12:58 PM IST)