<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ગુજરાતની ૪ રાજ્‍યસભા બેઠક પૈકી ૧ બેઠક પર રઘુવંશી સમાજને

પ્રતિનિધિત્‍વ આપોઃ તાલાલા લોહાણા મહાજન પ્રમુખની નરેન્‍દ્રભાઇને લેખિત રજૂઆત : ૨૫ લાખની વસ્‍તી ધરાવતા રઘુવંશી સમાજની માંગ બુલંદઃ યોગેશભાઈ ઉનડકટ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષને પણ પત્ર પાઠવાયો

(દિપક તન્ના દ્વારા) તાલાલા (ગીર) તા.૩૦: ગુજરાત રાજ્‍યની ખાલી પડનારી ૪ રાજ્‍યસભા બેઠકો પૈકી ૧ બેઠક પર ૨૫ લાખની વસ્‍તી ધરાવતા રઘુવંશી સમાજને પ્રતિનિધિત્‍વ આપવાની માંગ પ્રબળ બની છે. આ અંગે તાલાલા (ગીર) લોહાણા મહાજનના પ્રમુખ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના ઉપ પ્રમુખ અને સૌરાષ્‍ટ્ર ૩ ઝોનના ચેરમેન, સોરઠ લોહાણા કેળવણી મંડળના ચેરમેન, કોડીનાર નાગરિક સહકારી બેંકના ડિરેક્‍ટર તેમજ લોહાણા મહાજન ટ્રસ્‍ટ તાલાલા-પ્રાચીના પ્રમુખ  યોગેશભાઈ ઉનડકટ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે.

શ્રી ઉનડકટે આગામી ગુજરાત રાજ્‍યસભાની ૪ બેઠકોમાંથી એક બેઠક રઘુવંશી સમાજને ફાળવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી, ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રી તથા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પત્ર લખી માંગણી કરી છે.

પત્રમાં જણાવાયું છે કે ગુજરાતમાં રઘુવંશી સમાજની વસ્‍તી અંદાજે ૨૫ લાખ જેટલી છે. સમાજ શિક્ષણ, વ્‍યાપાર, સહકાર અને સેવાકીય ક્ષેત્રે સતત અગ્રેસર રહ્યો છે. તેમ છતાં રાજ્‍યસભામાં સમાજને યોગ્‍ય પ્રતિનિધિત્‍વ મળ્‍યું નથી. તેથી રાષ્‍ટ્રીય નીતિ ઘડતરમાં સમાજની ભાગીદારી સુનિヘતિ કરવા માટે એક બેઠક ફાળવવી જરૂરી છે.

(11:06 AM IST)