તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
સુરેન્દ્રનગરના તલવણી ગામે કેનાલ ઓવરફ્લો થતા 100 વીઘાથી વધુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા
કેનાલના પાણી શિયાળુ પાકના વાવેતર પર ફરી વળતાં અજમો, જીરું અને ઘઉં સહિતના મહામૂલા પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું : તંત્રની બેદરકારી સામે રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના તલવણી ગામે કેનાલ ઓવરફ્લો થવાને કારણે 100 વીઘાથી વધુ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કેનાલના પાણી શિયાળુ પાકના વાવેતર પર ફરી વળતાં અજમો, જીરું અને ઘઉં સહિતના મહામૂલા પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.
ખેડૂતોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો છે કે કેનાલની સમયસર સફાઈ અને રિપેરિંગ ન થવાને કારણે આ ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી કુલ 200થી વધુ વીઘા જમીનમાં પાકને નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું રિપેરિંગ કામ હાથ ધરવા તેમજ નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
