હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેતપુરમાં ચાઈનીઝની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂની 8 બોટલ સાથે માલિક ઝડપાયો
સીટી પીઆઈ એ.ડી. પરમારની ટીમે બાતમીના આધારે વિશાલ મોલ સામે આવેલ વેલકમ ચાઈનીઝમાં રેડ કરી: રૂ. 4,800 નો મુદ્દામાલ જપ્ત, સપ્લાયર વિરુદ્ધ પણ ગુનો

(કેતન ઓઝ દ્વારા) જેતપુર તા.૧ : જેતપુર શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા ચુસ્ત જળવાઈ રહે તે માટે સીટી પીઆઈ એ.ડી. પરમાર સ્ટાફના ભગીરથસિંહ જાડેજા, લાખુભા રાઠોડ, પ્રદીપભાઈ આગરીયા, સાગરભાઈ મકવાણા અને અમિતભાઈ સિદ્ધપરા સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે વિશાલ મોલ સામે આવેલ ચાઈનીઝની દુકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસે વેલકમ ચાઈનીઝ નામના ડેલા/દુકાનમાં રેડ કરતા રૂમમાંથી ઇંગ્લિશ દારૂની 8 બોટલ કિંમત રૂ. 4,800 ની મળી આવી હતી.
પોલીસે ચાઈનીઝ દુકાનના માલિક ચંદુ શંભુભાઈ પાઘડાર (રહે. ટાકુડી પરા, જેતપુર) ને દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે આ દારૂની બોટલો બિકરામ ઉર્ફે આયુષ તિજબીર પરીયાર પાસેથી લીધી હતી.
આ અંગે શહેર પોલીસે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
