તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
અયોધ્યાના સંત શ્રી રાજકુમારદાસજી મહારાજની રામભાઈ મોકરીયાના નિવાસસ્થાને પધરામણી
આ પાવન મુલાકાત દરમિયાન ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક વિષયો પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા : પૂજ્ય મહારાજશ્રીના આગમનથી મોકરીયા પરિવારમાં આધ્યાત્મિક આનંદ અને ધન્યતાની અનુભૂતિ થઈ

રાજકોટ, તા.,૭ : અયોધ્યાના સંત સમાજમાં વિશેષ મોભો અને પ્રભાવ ધરાવતા મહંત શ્રી રાજકુમાર દાસજી મહારાજે આજે રાજકોટમાં રાજ્ય સભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાના નિવાસસ્થાને પધરામણી કરી હતી. તેઓને વર્ષ ૨૦૨૬માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ધાર્મિક સમિતિમાં ટ્રસ્ટી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
અયોધ્યાની પવિત્ર સંત પરંપરાના અગ્રણી, ધર્મ, અધ્યાત્મ અને સનાતન સંસ્કળતિના સંવાહક તથા સંત સમાજમાં અત્યંત પ્રતિષ્ઠિત અને આદરણીય સ્થાન ધરાવતા પૂજ્ય સંતશ્રી રાજકુમાર દાસજી મહારાજે પૂર્વ સંસદસભ્ય રામભાઈ મોકરીયા તથા તેમના પુત્ર અજયભાઈ મોકરીયા તથા રામભાઇના પૌત્ર ધ્યાન મોકરીયા સહિત પરિવારજનોને આશીર્વાદ પાઠવ્યાં હતાં. આ પાવન મુલાકાત દરમિયાન ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક વિષયો પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થઈ હતી. પૂજ્ય મહારાજશ્રીના આગમનથી મોકરીયા પરિવારને આધ્યાત્મિક આનંદ અને ધન્યતાની અનુભૂતિ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે પૂ. રાજકુમારદાસજી મહારાજ અયોધ્યાની પવિત્ર ધરતી પર જાનકી ઘાટ ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી રામ વલ્લભા કુંજ આશ્રમના મુખ્ય અધિકારી અને ગાદીપતિ મહંત તરીકે સેવા આપી રહ્યા છે. અયોધ્યાના સંત સમાજમાં તેઓ અત્યંત આદરણીય, પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવે છે. લાંબા સમયથી અયોધ્યામાં નિવાસ કરીને તેમણે રામ જન્મભૂમિ આંદોલન, શ્રીરામ મંદિર નિર્માણ તથા તેની સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રહિતલક્ષી પ્રવળત્તિઓમાં સંત સમાજનું નેતળત્વ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
