તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 5th November 2026
ગોંડલમાં પૂ.મહંત સ્વામી મહારાજની પધરામણીઃ દિપોત્સવ પર્વ ઉજવા.શે
શ્રી અક્ષર મંદિરે સંતો, હરિભકતો દર્શન માટે ઉમટયાઃ બીએપીએસના વડા પૂ. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

ગોંડલઃ શ્રી અક્ષર મંદિરે પૂ. મહંત સ્વામી મહારાજનુ આગમન થતા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)
(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા.૫: સોૈરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સપ્રસિદ્ધ યાત્રાધામ ગોંડલના અક્ષર મંદિરે બીએપીએસના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કાલે તા. ૦૪/૧૧/૨૦૨૬, બુધવારના રોજ પધરામણી થઈ છે. આ માટે અક્ષર મંદિરના સમગ્ર પરિસરને શણગારવામાં આવ્યું છે.
મહંત સ્વામી મહારાજના ગમન પથને પુષ્પ રંગોળી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સાફાધારી બાઈક સવાર યુવાનોએ મહંતસ્વામી મહારાજનું સ્વાગત નૂતન ગુરુફૂળ થી અક્ષરઘાટ સુધી કર્યું હતું. ત્યારબાદ અક્ષર બેન્ડના યુવાનોએ બેન્ડવાદનની સૂરાવલિ દ્વારા મહંતસ્વામીને અક્ષર મંદિર સુધી સત્કાર્યા હતા. પૂજ્ય મહંત સ્વામીએ અક્ષર મંદિરે પધારી અક્ષર દેરી તથા અક્ષર મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા હતા. અક્ષર મંદિરનું પરીસર હરિભકતોથી ચિક્કાર ભરાઈ ગયું હતું. ગોલ્ફ કાર્ટમાંથી જ યોગી સ્મળતિ મંદિરે ગુરુ ચરણે શિશ ઝુકાવી ભાવપૂર્ણ દર્શન કરી યોગી સભામંડપમાં આયોજીત અભિવાદન સભામાં પધાર્યા હતા. અહી પણ સમગ્ર સભામંડપ હરિભક્તોથી ચિક્કાર ભરાઈ ગયો હતો.
સૌ મહંતસ્વામી મહારાજને વધાવવા માટે થનગની રહ્યા હતા. અહી વરિષ્ઠ સંતોએ કલાત્મક હાર પહેરાવી મહંતસ્વામી મહારાજનું સ્વાગત અભિવાદન કર્યું હતું. મહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે વ્રત અને તપ કરનાર અનેક હરિભક્તો માટે મહંત સ્વામી મહારાજએ પારણા નું શરબત પ્રસાદી ભૂત કર્યું હતું. શ્રી અક્ષરમંદિરમાં તેમના પ્રત્યક્ષ સાંનિધ્યમાં દિપાવલી, નૂતનવર્ષ અને અન્નકુટ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન સ્વાગત દિન, બાળદિન, યુવાદિન અને ગ્રામ્યદિનની પ્રરક પ્રસ્તુતિ પણ રજૂ થશે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
