News of Saturday, 19th September 2026
મોરબીની વેરાઈ શેરી ગણેશ મહોત્સવમાં ચિત્રકલા સ્પર્ધાનું આયોજન -[- બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને કલાનું પ્રદર્શન કર્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર અને જીલ્લામાં ઠેર ઠેર પંડાલમાં ગણેશ મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે જેમાં મોરબીના સોની બજારમાં વેરાઈ શેરી ખાતે ગણેશ મહોત્સવમાં ચિત્રકલા સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અવનવા ચિત્રો દોરીને કલાનું પ્રદર્શન કર્યું હતું.
વેરાઈ શેરી દ્વારા આયોજિત સોની બજાર કા રાજા ગણેશ મહોત્સવ દ્વારા ગઈકાલે ચિત્રકલા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના રહીશ એકથી ૧૫ વર્ષની ઉમરના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નાના બાળકોએ શિવલિંગ, શિવાજી મહારાજ, શ્રીનાથજી, જગન્નાથજી સહિતના ચિત્રો દોરીને પોતાની અદ્ભુત કલા શક્તિનું પ્રદર્શન કર્યું હતું સ્પર્ધામાં ૧ થી ૩ ક્રમના વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
