હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જિલ્લા પંચાયતમાં સિંચાઇના ૪૮ ઇજનેરોની જગ્યાઓ ખાલીઃ બાંધકામમાં કાર્યપાલક ઇજનેર પણ ઇન્ચાર્જ
ખાલી જગ્યાઓ પર તાત્કાલિક નિમણૂક કરવા પ્રમુખ સંજય પીપળિયાની સરકારમાં રજુઆત : જિલ્લામાં આધારકાર્ડ માટે કીટ ફાળવવા મંત્રી સમક્ષ માંગણી

રાજકોટ તા. ૧પઃ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સંજય પીપળિયાએ ગઇકાલે ગાંધીનગર જઇને પંચાયતના કાર્યક્ષેત્રની વિવિધ કેડરની ખાલી જગ્યાઓ પર તાત્કાલિક નિમણૂક કરવા મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને રજુઆત કરી છે. બાંધકામ, સિંચાઇ, પશુપાલન વગેરે શાખાઓની ખાલી જગ્યા પર નિમણૂક કરવા માંગણી કરી છે.
સંજય પીપળિયાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરેલ કે, રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રનાં સૌથી મોટા જિલ્લા પૈકીનો એક છે .રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ ગ્રામ્ય વિસ્તાર ખુબ મોટા પ્રમાણમાં છે અને લોકોના ગ્રામ્ય કક્ષા તથા તાલુકા કક્ષાની વહીવટી બાબતોની દેખરેખ તથા નિયંત્રણ જિલ્લા પંચાયત કચેરી -રાજકોટ પાસે રહેલ છે. હાલ રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ ના રેગ્યુલર કાર્યપાલક ઇજનેર ગત જુન માસમા વયનિવુત થયેલ હોય તેમની જગ્યા હાલ ખાલી છે.રાજુકોટ જિલ્લાનો વિસ્તાર ખુબ જ મોટો હોય તથા હાલ નવા બની રહેલ જિલ્લા પંચાયત ભવનનુ કાર્ય ચાલે છે. આવી મહત્વની કામગીરી પર ઇન્ચાર્જ અધીકારીને લીધે મુશ્કેલી પડી રહી છે. વધુમાં અધીકારી પાસે સ્ટેટ હસ્તક ની કામગીરી પણ રહેલ છે તથા રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક નાયબ કાર્યપાલક ઇજનેરની કુલ ૦૭ જગ્યાઓ માથી કુલ ૦૩ જગ્યાઓ ખાલી છે જેથી રાજ્કોટ જેવા મોટો વિસ્તાર ધરાવતા જિલ્લામા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમા રેગ્યુલર કાર્યપાલક ઇજનેરની નિમણૂક તથા ખાલી રહેલ નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા ભરવા માટે વિનંતી છે.
પંચાયત પ્રમુખે જળસંપતિ મંત્રી ઇશ્વરસિંહ પટેલને જણાવેલ કે, રાજકોટ જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર ખેત પ્રવળતિઓ સાથે સંકળાયેલ છે અને મોટા ભાગનો વિસ્તાર સિંચાઈ ઉપર નિર્ભર છે .હાલ રાજકોટ જીલ્લામાં નાના મોટા ૫૦૦૦ જેવા ચેકડેમ આવેલા છે.અને તે પૈકી મોટા ભાગના નાના મોટા ચેકડેમ રીપેરીંગ કરવા પડે તેવી હાલત છે પરંતુ હાલ સિંચાઈ શાખામાં સ્ટાફની ખુબ જ ઘટ્ટ હોવાથી નવા ચેકડેમો, તળાવ તથા રીપેરીંગના કામો જેવા કે પ્લાન,એસ્ટીમેટ,સર્વે જેવા પાયાના કામો સમયસર થઈ શકતા નથી.હાલ સૌરાષ્ટ્રના અતિ મહત્વના રાજકોટ જિલ્લામા ટેકનીકલ સ્ટાફની હાલ ઘણી જગ્યાઓ ખાલી છે જિલ્લા પંચાયતમાં સિંચાઈ શાખામાં રહેલ સ્ટાફની ઘટ્ટ અંગે તાત્કાલિક નિયમાનુસાર કાર્યવાહી કરવા આપને વિનંતી છે. નાયબ કાર્યપાલક ઇજનેરની ૬ પૈકી ર, મદદનિશ ઇજનેરની ર૦ પૈકી ૧૩ અને અધિક મદદનિશ ઇજનેરની ૩૪માંથી ૩૩ જગ્યાઓ ખાલી છે. કુલ ૬૦ માંથી ૪૮ જગ્યાઓ ખાલી છે.
પંચાયત પ્રમુખે ઉર્જા મંત્રીને રજુઆત કરેલ કે, કુવાડવા સબ ડીવીઝન વર્ષ ૨૦૧૨માં કાર્યરત થયેલ છે જેમા ૩૨ ગામો નો સમાવેશ થયેલ છે. એ સમયે આ વિસ્તારન છે. આ બમણી થયેલ વીજ ગ્રાહકોની સંખ્યા સામે લાઈન મેનની સંખ્યા ૨૧ જ છે તો આ વિસ્તારમાં વિકસતા જતા ઉદ્યોગો સામે સ્ટાફની સંખ્યા ઓછી હોવાના કારણે ગ્રાહકોની ફરિયાદ નિકાલ માટે ખુબ જ વિલંબ થઇ રહ્યો છે જેથી સ્ટાફ વધારવા અથવા મિની મેઈટેનન્સ ટીમ આપવા માંગણી છે.
આધાકાર્ડની સામગ્રી ફાળવો
હાલના સમયમાં તમામ લોકો માટે ઓળખનાં પુરાવા તરીકે આધાર કાર્ડ સર્વ માન્ય છે .સબબ રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારના લોકો ને આધાર કાર્ડની સુવિધા પૂરી પાડતી ULC ની તમામ કીટ તાજેતરમા ટેકનીકલ કારણોસર બંધ કરવામા આવી છે.જેને લીધે ગ્રામ્ય વિસ્તારમા આધાર કાર્ડ સબંધીત કામગીરી માટે લોકો ને ખુબ જ હાલાકી પડી રહી છે અને આ સબંધીત કામગીરી માટે દુર સુધી જવુ પડે છે.આમ, ગામડાના લોકોને પોતાના ગામમા જ આધારકાર્ડ અંગેની સુવિધાનો લાભ આપી શકાય તે હેતુસર રાજ્કોટ જિલ્લાના તાલુકા વાઈઝ જે ગામો વસ્તીની દ્રસ્ટીએ મોટા છે તે ગામો માટે આધારકાર્ડની ફુલ કીટ સત્વરે ફાળવવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયાએ પંચાયત મંત્રીને રજુઆત કરી છે.
સંજય પીપળિયા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
