તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 3rd November 2026
જેતપુરમાં દારૂના ૬૪ ચપલા સાથે પરાગ પકડાયોઃ ચારના નામ ખુલ્યા
ભાદરના સામાકાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસનો દરોડોઃ ૨ પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૩: શહેર પોલીસે દારૂના ૬૪ ચપલા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે સીટી પી.આઈ એ ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ ભગીરથસિંહ જાડેજા, સાગરભાઇ મકવાણા, અમિતભાઈ સિધપરા, પ્રદીપભાઈ આગરીયા પેટ્રોલિંગમાં નીકળેલ તે દરમિયાન ધોરાજી રોડ નૂતન નગર માં રહેતો પરાગ આસનાણી જુના પાંચ પીપળા રોડ પર પસાર થતાં પોલીસે તેને ઉભો રાખી મોટરસાયકલની ડેકીમાં તપાસ કરતા બેકી માંથી ઇંગ્લિશ દારૂના ચપલા ૪ કિંમત રૂ. ૮૦૦ ના મળી આવતા પોલીસે તે શખ્સ પરાગ હરકિશન આસનાણી ને દારૂ ના ચપલા સાથે પકડી પાડી દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂના ચપલા નવાગઢ ખાતે રહેતો નાસીર પાસેથી લાવેલ હોય અને અમરા રબારી ને આપવા જતો હોવાનું જણાવેલ.
દારૂ સાથે ઝડપાયેલ પરાગ આસનાણી અગાઉ પણ દારૂના ગુનામાં પકડાયેલ હોય પોલીસે તેના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા રૂમમાંથી ઇંગ્લિશ દારૂના ચપલા નંગ ૬૦ કિંમત રૂ. ૧૨,૦૦૦ ના મળી આવતા આ દારૂ ના ચપલા વિજય કાંતિભાઈ વેગડા પાસેથી લાવેલ અને તે જથ્થામાંથી અંકિત રૈયાણી નામના શખ્સને બે ચપલા વેચેલ હોવાનું જણાવતા શહેર પોલીસે દારૂ સાથે ઝડપાયેલ પરાગ હરકિશન આસનાણી, નાસીર, અમરા રબારી, વિજય કાંતિભાઈ વેગડા, અંકિત રૈયાણી તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ.
તેમજ ઉદ્યોગ નગર પોલીસે ભાદર નદીના કાંઠે બાવળની જાળીમાં જયેશ ઉર્ફે બોળો દારૂની ભઠ્ઠી ચલાવતો હોય જે બાતમીના આધારે રેડ કરતા દારૂની ભઠ્ઠી ચલાવતા બે શખ્સો જયેશ ઉર્ફે બોળો સંજયભાઈ ઉર્ફે સવો સોલંકી (ભાદર નદીના કાંઠે), મોસીન ઉર્ફે અપુ જૂસબભાઈ ચિતલીયા (દારુલ ઉલમ પાછળ) ને દેશી દારૂ લિટર ૫૦, ઠંડો તથા ગરમ આથો લીટર ૩૦૦ તથા ભઠ્ઠી ના સાધનો મળી કુલ રૂ.૧૮,૮૫૦ ના મુદ્દા માલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ હતી.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
