તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય પાસે આવેલી ડમ્પિંગ સાઈટને લઈને વાલીઓમાં ભારે વિરોધ
કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી સોંપી દેવાઈ છે,આગામી એકાદ-બે દિવસમાં પ્લાન્ટ કાર્યરત થવાનો દાવો:ડમ્પિંગ સાઈટના સ્થળાંતર માટે સરકારમાં દરખાસ્ત પણ મોકલાઈ

બોટાદની જવાહર નવોદય વિદ્યાલય પાસે આવેલી ડમ્પિંગ સાઈટને લઈને વાલીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર વિવાદ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.કે. પટેલનું નિવેદન સામે આવ્યું છે. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ, ગત 17 નવેમ્બરે લીગસી વેસ્ટના નિકાલ દરમિયાન આકસ્મિક આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સેનિટેશન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ, કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી સોંપી દેવામાં આવી છે અને આગામી એકાદ-બે દિવસમાં પ્લાન્ટ કાર્યરત થવાનો દાવો કરવામાં આવ્યો છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડમ્પિંગ સાઈટના સ્થળાંતર માટે સરકારમાં દરખાસ્ત પણ મોકલાઈ છે. જોકે, હવે સરકારની મંજૂરી બાદ જ સ્થળાંતર અંગે આગળની કાર્યવાહી થશે. ત્યારે વાલીઓના વિરોધ વચ્ચે નગરપાલિકાના આ આશ્વાસનનો અમલ ક્યારે થાય છે તે જોવું રહ્યું…
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
