તા. ૧૬ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૩ શુક્રવાર
News of Friday, 5th June 2026
જીતેન્દ્રભાઈની પસંદગીને આવકારતા ખંભાળિયાના વતની પરિમલભાઈ નથવાણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંૅભાળીયા, તા. ૪: ભાજપ દ્વારા ગઈકાલે જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સતવારા સમાજ દ્વારા જીતુભાઈ કણજારીયા માટેની કરવામાં આવેલી આ જાહેરાતને આવકારી, અહીંના ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ અહીંના જોધપુર ગેઈટ ચોક ખાતે ફટાકડા ફોડી સૌના મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી.
આશરે ૩૯ વર્ષની ઉંમરના અને શિક્ષિત એવા યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ કણજારીયા હાલાર પંથકના પ્રથમ તેમજ સતવારા સમાજમાંથી પણ પ્રથમ રાજ્યસભાના સાંસદ બનશે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
