તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
જામનગરમાં પ્રોહિબિશનના અલગ- અલગ ૨ ગુન્હાઓમાં ફરારી આરોપીને પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી લીધો
નવાગામ ઘેડ, રાજહંસ પાન દુકાન પાસે હાજર હોવાની બાતમી મળતા જ પોલીસે પકડી પાડ્યો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા તથા ફરારી આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ, ભરવાડ, હાર્દિકભાઇ ભટ્ટ, દિલીપસીંહ જાડેજાનાઓને મળેલ બાતમી હકિકત મુજબ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ૧૧૨૦૨૦૦૯૨૬૦૪૧૧/૨૦૨૬ પ્રોહિબિશન કલમ-૬પઇ, ૮૧, ૯૮(૨) તથા ૧૧૨૦૨૦૦૯૨૬૧૭૮૮/૨૦૨૬ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬(બી) મુજબના અલગ અલગ ૦૨ ગુન્હામાં ફરારી આરોપી- ઘનશ્યામસિંહ હનુભા ચાવડા( રહે. નવાગામ ઘેડ, માસ્તર સોસાયટી,જામનગરવાળો) નવાગામ ઘેડ, રાજહંસ પાન દુકાન પાસે હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા જામનગર સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઈ. ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
