તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
રાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ જમ્પ આરોપી ચિરાગ ઠાકરને જામનગર એસઓજીએ ઝડપી લીધો
સેતાવાડ વંદે માતરમ, હાફ ટીકીટ કપડાની દુકાન ખાતેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા દબોચી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના નિર્લિપ્ત રાય (IPS) તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની જામનગર પોલીસ અધિક્ષક (IPS) નાઓએ જામનગર જીલ્લામાં નાસ્તા-ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટરને સુચના કરેલ હોય, જે અનવ્યે એસ.ઓ.જી. ના પોલીસ ઈન્સ્પેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેર તથાએ.વી.ખેરનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના ધર્મેન્દ્રભાઇ પટેલ તથા વિજયભાઇ કારેણા તથા જયેશભાઇ પઢેરીયાને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના સ્પે.ક્રીમી. એપ્લી.(પેરોલ લીવ) ૪૦૯૩/૨૦૨૬ તા.૨૭/૦૩/૨૦૨૬ ના આદેશ અનુસાર પેરોલ રજા પર મુક્ત થયેલ રાજકોટ મધ્યસ્થ જેલના કેદી નં.૫૦૭૮૬ ચિરાગ રાજેશભાઇ ઠાકર ( રહે.હવાઇચોક, શ્રીજી એપાર્ટમેન્ટ બિલ્ડીંગ-૩૦૪, જામનગરવાળો )પેરોલ જમ્પ થયેલ હોય, જે ઉપરોક્ત પેરોલ રજા ઉપરથી ફરાર આરોપી હાલ સેતાવાડ વંદે માતરમ, હાફ ટીકીટ કપડાની દુકાન ખાતેના રહેણાંક મકાને હોવાની હકિકત મળતા, જેથી સદર જગ્યાએ જતા ફરાર આરોપી મળી આવેલ હોય, જેથી મજકુરને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન, જામનગરને સોંપી આપેલ છે.
આરોપીનુ નામ. ચિરાગ રાજેશભાઇ ઠાકર રહે.હવાઇચોક, શ્રીજી એપાર્ટમેન્ટ બિલ્ડીંગ-૩૦૪, જામનગર
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એ.વી.ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
