તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
પક્ષને વરિષ્ઠોના મત જોઈએ છે, પરંતુ પ્રતિનિધિત્વ કેમ નહીં ? આવો અન્યાય કેમ ? : ભાજપના વરિષ્ઠ નેતાની સ્ફોટક પોસ્ટ
અમરેલી ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબારે X પર કરેલી પોસ્ટને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો:ભાજપ સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો અંગે લેવાયેલા અમુક નિર્ણયો સામે આક્રમક સવાલો ઉઠાવ્યા

ગુજરાત ભાજપના વરિષ્ઠ અને અનુભવી નેતા ડૉ. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર પક્ષની નીતિઓ સામે સવાલો ઉઠાવતી એક પોસ્ટ મૂકી છે, જેને પગલે રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવાના નિર્ણયની તેમણે આકરી ટીકા કરી છે.
પ્રતિનિધિત્વનો પ્રશ્ન:ડૉ. કાનાબારે વેધક સવાલ કર્યો છે કે, "પક્ષને વરિષ્ઠોના મત જોઈએ છે, પરંતુ તેમને પ્રતિનિધિત્વ કેમ આપવામાં આવતું નથી?" તેમણે આ નિર્ણયને અન્યાયી ગણાવ્યો છે.
મની પોસ્ટ મુજબ, 60 વર્ષની મર્યાદા નક્કી કરવાથી એવી છાપ ઊભી થાય છે કે વરિષ્ઠ નાગરિકો શારીરિક કે માનસિક રીતે કોઈ જવાબદારી લેવા માટે સમર્થ નથી. આ બાબત તેમના આત્મવિશ્વાસ અને મનોબળ પર પ્રહાર સમાન છે.
તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો અનુભવી અને વ્યવહારકુશળ નેતાઓને બાકાત રાખવામાં આવશે, તો સમાજ તેમના જ્ઞાન અને ડહાપણથી વંચિત રહી જશે.
બંધારણીય સવાલ:ડૉ. કાનાબારે આ નિર્ણયને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યો છે
ડૉ. કાનાબારનું માનવું છે કે આ પ્રકારના નિર્ણયની સમાજ પર દુરગામી અસરો પડશે. આથી, તેમણે માંગ કરી છે કે આટલા ગંભીર વિષય પર પાર્ટીમાં વ્યાપક સ્તરે ચર્ચા થવી જોઈએ આ અવાજ અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
નોંધનીય છે કે, ડૉ. ભરત કાનાબાર ભાજપના જૂના અને જાણીતા નેતા છે, અને તેમની આ પોસ્ટથી પક્ષના આંતરિક માળખામાં વરિષ્ઠોની અવગણનાનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
