તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
સોમનાથ ત્રિવેણી ઘાટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માર્ગ મોકળો: માનવ અધિકાર પંચે રિ-ડેવલપમેન્ટ સામેની ફરિયાદ ફગાવી
રાજ્ય માનવ અધિકાર પંચે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો:ત્રિવેણી ઘાટ મામલે માનવ અધિકાર ભંગનો પ્રશ્ન ન હોવાનું જણાવ્યું:રાજ્ય સરકારની દલીલ પંચે સ્વીકારી

અમદાવાદ:સોમનાથ ત્રિવેણી ઘાટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે. માનવ અધિકાર પંચે રિ-ડેવલપમેન્ટ સામેની ફરિયાદ ફગાવી દીધી છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે .ત્રિવેણી ઘાટ મામલે માનવ અધિકાર ભંગનો પ્રશ્ન ન હોવાનું જણાવ્યું હતું રાજ્ય સરકારની દલીલ પંચે સ્વીકારી છે. સમાધીને સન્માનપૂર્વક અન્યત્ર ખસેડવા સહિતની માંગ કરાઈ હતી. પોલીસ સુરક્ષા અને અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ થઈ હતી. Protection of Human Rights Act હેઠળ કેસ ન બનતો હોવાનું રજૂ કરાયું હતું . પંચે વધુ તપાસ કે ભલામણની જરૂર ન હોવાનું જણાવ્યું હતું . સોમનાથ રિ-ડેવલપમેન્ટ યોજનાના મહત્વના પ્રોજેક્ટને આગળ વધવાનો માર્ગ મળ્યો છે .
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
