<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

જુનાગઢના ખાડિયા રોડ પર રાત્રિના સમયે સિંહોના ટોળાએ લટાર મારતાં લોકોમાં કુતૂહલ

વરસાદી વાતાવરણ વચ્ચે એકસાથે છ સિંહ રોડ ક્રોસ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો

જુનાગઢના ખાડિયા રોડ પર રાત્રિના સમયે સિંહોના ટોળાએ લટાર મારતાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. વરસાદી વાતાવરણ વચ્ચે એકસાથે છ સિંહ રોડ ક્રોસ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ગાઢ જંગલમાંથી બહાર આવેલા સિંહો ખુલ્લા વિસ્તારમાં રોડ પર જોવા મળ્યા હતા. એકસાથે છ સિંહો રસ્તો પસાર કરતા જોવા મળતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સિંહો શાંતિથી રસ્તો ક્રોસ કરીને આગળ વધતા જોવા મળે છે. રાત્રિના સમયે મુખ્ય માર્ગ પર સિંહોની હાજરીથી લોકોમાં કુતૂહલ સાથે થોડી ચિંતા પણ જોવા મળી હતી.

(8:42 PM IST)