તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
જામનગરમાં ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયેલ પીજીવીસીએલના નાયબ ઇજનેર અને આસીસ્ટન્ટ લાઇનમેનની પૂછપરછ
રૂષી દિનેશચંદ્ર પરમાર અને મનોજ પ્રજાપતિ સામે એસીબી દ્વારા ગુન્હો દાખલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : તા.૧૮,જામનગર જિલ્લામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને પヘમિ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના વર્ગ-૧ ના નાયબ ઇજનેર અને વર્ગ-૪ ના આસિસ્ટન્ટ લાઇનમેનને રૂા. ૮૦,૦૦૦/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરી છે. ગેસ્ટ હાઉસ માટે નવું વીજ કનેક્શન અને ટ્રાન્સફોર્મર (TC) મંજૂર કરવાના બહાને આ લાંચ માંગવામાં આવી હતી.
નવા વીજ કનેક્શન માટે મંગાઈ હતી લાંચ,
આ કેસની વિગત એવી છે કે, એક જાગળત નાગરિકે (ફરિયાદી) જામનગર તાલુકાના સાપર સબ ડિવિઝનની પીજીવીસીએલ કચેરી ખાતે પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા અને નવા વીજ કનેક્શન મેળવવા માટે અરજી કરી હતી. આ અરજી અન્વયે કચેરી દ્વારા લાંબા સમયથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. નવું ટીસી ફિટ કરી નવું મીટર લગાવી આપવાના અવેજ પેટે સાપર સબ ડિવિઝનના નાયબ ઇજનેર રૂષી દિનેશચંદ્ર પરમારે શરૂઆતમાં રૂા. ૧,૦૦,૦૦૦/- ની માંગણી કરી હતી. જો કે, રકઝકના અંતે રૂા. ૮૦,૦૦૦/- લેવાનું નક્કી થયું હતું.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગે રાજકોટ એ.સી.બી. એકમનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે જામનગર એ.સી.બી.ની ટીમ દ્વારા ગત રોજ (૧૭ જૂન) જામનગર-ખંભાળીયા હાઇવે રોડ પર, મોટી ખાવડી પાસે આવેલા નાગાર્જુન પેટ્રોલ પંપ સામે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
નાયબ ઇજનેર રૂષી પરમાર વતી આસિસ્ટન્ટ લાઇનમેન મનોજભાઇ ડુંગારામ પ્રજાપતિ લાંચની રકમ લેવા માટે નિયત સ્થળે પહોંચ્યો હતો. તેણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા. ૮૦,૦૦૦/- ની લાંચ સ્વીકારતા જ ત્યાં વોચમાં ઉભેલી એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ એ.સી.બી.એ કચેરી ખાતેથી મુખ્ય આરોપી નાયબ ઇજનેર રૂષી પરમારને પણ દબોચી લીધો હતો. એ.સી.બી.એ લાંચની તમામ રકમ પણ રિકવર કરી લીધી છે.
આ સફળ ઓપરેશન જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ તથા સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર ટ્રેપનું સુપરવિઝન એ.સી.બી. રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ અધિકારી તથા નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
એ.સી.બી.એ બંને લાંચિયા સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
