<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

ચોમાસા પહેલા PGVCLની તડામાર તૈયારી: 4 હજાર વીજ પોલનો જથ્થો તૈયાર

જૂનાગઢમાં અવિરત વીજ પુરવઠા માટે 33 ટીમો સ્ટેન્ડબાય, વરસાદી પડકારોને પહોંચી વળવા ખાસ એક્શન પ્લાન અમલમાં.

રાજકોટ, : ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને PGVCL દ્વારા જૂનાગઢ જિલ્લામાં વ્યાપક પૂર્વ તૈયારી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિઓમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે 4 હજાર જેટલા વીજ પોલનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. ઉપરાંત 33 વિશેષ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જે કોઈપણ વીજ ખામી સર્જાય ત્યારે તાત્કાલિક કામગીરી કરશે. PGVCL દ્વારા જરૂરી સાધનો, વાહનો અને માનવબળની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ચોમાસા દરમિયાન લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને વીજ સેવા સતત જળવાઈ રહે.

(11:58 AM IST)