તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 25th October 2026
પાલીતાણાની બજારમાં પીજીવીસીએલના મીટરમાં આગ ભભૂકી : વેપારીઓના વીજ ઉપકરણો બળી ગયા : ભારે રોષ
મુખ્ય બજારમાં આવેલ વીજપોલ પર લાગેલા પીજીવીસીએલના મીટરમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાલીતાણાની મુખ્ય બજારમાં આવેલ વીજપોલ પર લાગેલા પીજીવીસીએલ (PGVCL) ના મીટરમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. દિવાળીના તહેવાર ટાણે જ બનેલી આ ઘટનાને કારણે આસપાસના વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને થોડીવાર માટે ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
આ આગની ઘટનાને કારણે વીજ પ્રવાહમાં અચાનક ગંભીર ફેરફાર થવાથી દુકાનોમાં ભારે નુકસાન થયું છે. વેપારીઓની દુકાનોમાં લગાવેલા પંખા તેમજ અન્ય મહત્વપૂર્ણ વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. દિવાળીના વેચાણની મોસમ ટાણે જ અચાનક થયેલા આ આર્થિક નુકસાનના કારણે વેપારીઓની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.
ઘટનાની જાણ થતા જ પીજીવીસીએલ (PGVCL) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, તંત્રની બેદરકારીના કારણે વારંવાર થતી આવી ઘટનાઓથી સ્થાનિક વેપારીઓમાં પીજીવીસીએલની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ વીજ તંત્ર સામે વળતર અને યોગ્ય વ્યવસ્થાની માંગ કરી છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
