<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

જસદણ પંથકમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં અને હુમલો

બાળકી પર નરાધમે હુમલો કરી તેના શરીરે બચકાં ભર્યા: પરિવારજનોને આવતા જોઈ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો

રાજકોટના જસદણ પંથકમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં અને હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સીમ વિસ્તારમાં બાળકી પર નરાધમે હુમલો કરી તેના શરીરે બચકાં ભર્યા હતા. આ દરમિયાન બાળકીની બૂમાબૂમ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ, ઇજાગ્રસ્ત બાળકીને તબીબી તપાસ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ઘટનાને પગલે જસદણ પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી પણ જસદણ પંથકનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીને ઝડપી પાડવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. CCTV ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. હવે આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

(6:12 PM IST)