હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોટીલા નજીક જીલેટિન ભરેલી પીકઅપ કાર પકડાઈ
રૂ. ૧૫ લાખના કથિત સેટલમેન્ટની ચર્ચાએ ચકચાર જગાવી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ ખાનગી રાહે તપાસ ની ચર્ચા

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ર૧: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજ માફિયાઓની પ્રવળત્તિઓને લઈને ફરી એક વખત ચર્ચાઓ તેજ બની છે. ચોટીલા નજીક જીલેટિન જેવો વિસ્ફોટક પદાર્થ, ડિટોનેટર અને વાયર સહિતની સામગ્રી ભરેલી થાન પંથકની બોલેરો પીકઅપ કાર પોલીસના ધ્યાન પર આવી હોવાની ચર્ચા વચ્ચે આ મામલે કાયદેસરની કાર્યવાહી ને બદલે મોટો તોડ થયાની ચર્ચા એ ચકચાર જગાવી છે.
પોલીસને ચેકિંગ દરમ્યાન ખાણમાં વપરાતા વિસ્ફોટક સહિતની સામગ્રી મળી આવેલ હતી એક સ્થાનિક વ્યક્તિ એ વચ્ચે પડી મોટી રકમનો વહીવટ કરાવી સેટલમેન્ટ કર્યાની ચર્ચા એ જોર પકડેલ છે.
આટલી ગંભીર બાબત સામે આવી હોવાની ચર્ચા છતાં ત્યારબાદ કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, વાહન અને સામગ્રી જપ્ત કરાયાં હતાં કે નહીં અને જવાબદાર વ્યક્તિઓની પૂછપરછ થઈ હતી કે કેમ, તેવા સવાલોના જવાબ મળવા જરૂરી છે.
સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ પીકઅપ કારમાં વિસ્ફોટક સામગ્રી લઈ જવા પાછળ સુરેન્દ્રનગર જિલ્લાના એક મોટા ખનીજ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિના પુત્રની ભૂમિકા હોઈ શકે છે. આ ઉપરાંત, સ્થળ ઉપરન સંબંધિત લોકો અંગે ઉચ્ચ અધિકારી દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા છે.
આ સમગ્ર મામલે અંદાજે રૂ. ૧૫ લાખ કે તેથી વધુની રકમના કથિત સેટલમેન્ટની ચર્ચાએ પણ ચકચાર જગાવી છે. જો આ ચર્ચામાં કોઈ તથ્ય હોય તો તે અત્યંત ગંભીર બાબત ગણાય. જોકે, હાલ આ રકમની લેવડદેવડ થઈ હોવાની ચર્ચા એ ચકચાર જગાવી છે.
આથી રેન્જ કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો વાહન કયારે અને કયાં અટકાવવામાં આવ્યું, કયા અધિકારીઓ હાજર હતા, તેમજ ત્રણ ખેડૂત ખાખી કર્મીઓને પ્રાઇવેટ મોબાઇલ ટાવર લોકેશન સહિતની ખાનગીમાં તપાસ હાથ ધરાતા કેટલાક ની ઉંઘ ઉડાડી દીધી હોવાની ચર્ચા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
