<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

પોરબંદરના સુન્નીઅતની આન-બાન-શાન સમો સ્‍તંભ તૂટી પડયોઃ મૌલાના યુસુફ દુફાનીએ નમાજમાંજ આંખો મીંચી લીધી

મસ્‍જીદમાં જ હ્‍દયરોગનો ઘાતક હૂમલોઃ પોરબંદરનો મુસ્‍લિમ સમાજ સ્‍તબ્‍ધ અનેક લોકોના તેઓ ઉસ્‍તાદ હતાઃ પ૩ વર્ષ એક જ મસ્‍જીદમાં જ ઇમામત કરી આજે રાત્રે મીઠી મસ્‍જીદમાં ઝિયારત અને ૭૦ હજાર કલ્‍મા શરીફનું પઠન પોતે ‘હશમતી' હોઇ જયારે આજ સિલસિલાની ‘ખિલાફત' તેઓને મળી ત્‍યારે અપાર ખુશી અનૂભવી હતી

પોરબંદર તા. ર૪ :.. અહીંના સુન્ની મુસ્‍લિમ સમાજમાં જૂની પેઢીના હરકોઇના જાણીતા અને અહીંની ‘સુન્નીઅત' ની આન, બાન અને શાન સમો સ્‍તંભ ગણાતા હઝરત મૌલાના મો. યુસુફ દુફાની એકાએક બુધવારે સાંજે અચાનક વિદાય લઇ લેતા મુસ્‍લિમ સમાજ હતપ્રભ થઇ ગયો છે.

તેઓને થોડા સમયથી પગમાં નજીવી તકલીફ થઇ હતી જેના લીધે તેઓ જયાં મસ્‍જીદમાં ઇમામત કરતા હતા ત્‍યાં જ ચાલીને નિત્‍યક્રમ મુજબ મીઠી મસ્‍જીદ ગયા હતા અને સાંજની મગરીબની નમાઝ પઢતા વેળા ત્રીજી રકાતમાં તેઓ ઉભા થઇ શકયા નહીં અને હૃદયરોગનો હૂમલો એટલો તિવ્ર હતો કે તેઓએ ત્‍યાં જ આંખો મીંચી લીધી હતી.

રર મી એપ્રિલની સાંજે બનેલી આ ઘટનાથી પોરબંદરનો મુસ્‍લિમ સમાજ જ નહીં પરંતુ સૌરાષ્‍ટ્રભરના સુન્ની મુસ્‍લિમ સમાજે ઉંડો આઘાત વ્‍યકત કર્યો છે.

અહીંના મુસ્‍લિમ અગ્રેસર આરિફ સુર્યાએ  એક યાદીમાં જણાવ્‍યું છે કે,  ખલીફા એ હુઝુર તાજુશરીયાહ, સૂફી એ બા સફા, મીઠી મસ્‍જિદના પેશ ઈમામ હઝરત મૌલાના મુહમ્‍મદ યુસુફ મુહમ્‍મદહુસૈન દુફાની હશમતી ઈન્‍તેકાલ થતા સમગ્ર મુસ્‍લિમ સમાજ આઘાત ની લાગણીમાં સરી પડેલ હતો.

પોરબંદર ખાતે સુન્ની મુસ્‍લિમ સમાજમાં દિની ખીદમતને દિવસ-રાત જોયા વગર અથાગ મહેનત અને ઈલ્‍મી ક્ષેત્રે તેમની જાણકારીથી અંજામ આપનાર અને શહેરની પંચહાટડી ખાતે આવેલ મીઠી મસ્‍જિદમાં પેશઇમામ તરીકે ૫૩ કરતા વધુ વર્ષથી સેવા આપનાર  મૌલાના મુહમ્‍મદ યુસુફ દુફાની હશમતીની ૭૬ વર્ષની વયે  તેમની અણધારી વિદાય આંચકારૂપ સાથે આઘાતજનક બની રહેલ છે.

ખલીફા એ આલા હઝરત હુઝૂર શેર બેશ-એ-અહલે સુન્નત મૌલાના હશ્‍મત અલી ખાન સાહેબથી તેઓ મુરીદ હતા, વર્ષો સુધી  પાયાની સંસ્‍થા સુની મુસ્‍લિમ કમિટીના પ્રમુખ પદે રહેલા તેમજઆ સંસ્‍થા દ્વારાપ્રગટ માસિક ‘ફયઝે રઝા'ના તેઓ તંત્રી પણ હતા. ઈસ્‍લામિક શિક્ષણ આપતી વિશાળ સંસ્‍થા દારૂલ ઉલૂમ ગૌષે આઝમની સ્‍થાપનામાં પણ તેમનો મહત્‍વપૂર્ણ યોગદાન રહેલ તેમજ તેઓ આ સંસ્‍થાની સ્‍થાપના પછી શરૂઆતના અમુક વર્ષો સુધી સંસ્‍થાના પ્રમુખ પદે પણ રહેલ, તેમની સેવા પોરબંદર નો સુન્નીમુસ્‍લિમ સમાજ કયારેય વિસરી નહી શકે.

વિ. જે. મદ્રેસા હાઈસ્‍કૂલમાં શિક્ષક તરીકે પણ તેમણે વર્ષો સુધી સેવા આપેલ,અમીર હોય કે ગરીબ કોઈના ઘરે ઝીયારત ની મજલીસકે ફાતેહા હોય કે  ચહેલુમ ની મજલીસ હોય તેઓને દાવત મળે એટલે અચૂક તેમની હાજરી રહેતી અને તે સમયે તેમની બોધદાયક તકરીર પણ ઉપસ્‍થિત લોકોના માનસ પર અસરકારક રહેતી, દિનેઇસ્‍લામ વિશે તેઓ પાસે વિવિધ કિતાબોના સતત વાંચન થી બહોળુ જ્ઞાન હતુ જે વિવિધ સ્‍થળોએ તકરીર માં રજુ કરતા જેનાથી તેમની તકરીર સાંભળનાર લોકોને પણ દિને ઇસ્‍લામ વિશે વિવિધ જાણકારી અને જ્ઞાન મળી રહેતુ .

એમની સીધી, સાદી,સરળ અને સચોટ વાતો સાંભળીને એમના પ્રત્‍યે લોકોને વિશેષ લગાવ રહેતો.  ગહન વાતોને અત્‍યંત સરળ રીતે રજૂ કરવાની તેઓની શૈલી થી સુન્નીમુસ્‍લિમ સમુદાય ના હજારો લોકો તેમની તકરીર ના ચાહકો હતા તેઓ કયારેક મૌન રહીને પણ ઘણું બધું કહી જતાં હતા.

તેઓના ઇંતેકાલ થયાની જાણકારી પ્રસરતા સમગ્ર સમાજમાં દુઃખ અને વિશાદના કાળા વાદળો છવાઈ ગયા, સહન ન કરી શકાય તેવો આઘાત લોકોને લાગ્‍યો હતો,  દિની ક્ષેત્રે તેમની ખીદમત, તેમની કામગીરી તેમજ તેમના સ્‍વભાવની નમ્રતા, મળદુતા, કોમળતા, સ્‍નેહ, સહકાર,આવકાર અને મસ્‍લકે આલાહઝરત પ્રત્‍યે તેમની મક્કમતા, શરીઅતની પાબંદી  સુન્ની મુસ્‍લિમો કયારે વિસરી નહીં શકે રાત્રે ઈશાની નમાઝ પછી મોડી રાત્રે તેમની નમાઝે જનાઝામાં હજારોની સંખ્‍યામાં પોરબંદર અને આસપાસના વિસ્‍તારના સુન્ની મુસ્‍લિમો  ઉદાસ હૃદયે સામેલ થયા હતા.

જયારે પોરબંદર મુસ્‍લિમ અપડેટ ગ્રુપના એડમિન મો. તૌફીક જમાલ અજમેરીની યાદી મુજબ મૌલાના મુહમ્‍મદ યુસુફ દુફાની હશમતીનો જન્‍મ તા. રપ-૪-૧૯પ૦ મંગળવાર ૬ રજબ ૧૩૬૯ હિજરીના રોજ પોરબંદરમાં થયેલ હતો.

પોરબંદર મુસ્‍લિમ સમાજ પ્રત્‍યે તેઓની નિઃસ્‍વાર્થ ખિદમત લાગણી અને મોહબ્‍બત કદી નહીં ભૂલાય.

મૌલાના  ના આખરી દીદાર માટેની વ્‍યવસ્‍થા તાજુશ્‍શરીયાહ હોલમાં રાખવાામં આવેલ હતી.

જયારે પત્રકાર ઇરશાદ સિદ્દીકીએ મૌલાનાની હયાતમાં તેઓની પ્રસંશામાં ભૂતકાળમાં પ્રસિધ્‍ધ કરેલ એક લેખ મુજબ અહીંના વિ. જે. મદ્રેસા બોઇઝ એન્‍ડ ગર્લ્‍સ ૧ર૮ વર્ષોથી તાલીમી ખિદમત અંજાબ આપી રહી છે. જેમાં દુન્‍યવી તાલીમની સાથે સાથે દીની તાલીમ પણ આપવામાં આવે છે. ઇસ્‍લામી સાહિત્‍ય તથા સંસ્‍કૃતિમાં ફારસી ભાષા મહત્‍વનું માધ્‍યમ ગણાય છે. આ ભાષાનું શિક્ષણ પણ મદ્રેસામાં આપવામાં આવે છે અને ધો. ૧૦ એસ.એસ.સી. બોર્ડના વિદ્યાર્થીઓ વૈકલ્‍પિક વિષય તરીકે આ વિષય પસંદ કરતા હોય છે અને આ વિષયનું પરિણામ પણ છેલ્લા ઘણા વર્ષોથી ૧૦૦ ટકા જેવું આવે છે. વિદ્યાર્થીઓને દિન્‍યાત તથા ફારસી એમ બન્ને વિષયની તાલીમ મૌલાના હાજી યુસુફ દુફાની આપતા હતાં.

તેઓ છેલ્લા ૩પ વર્ષથી આ ફરજ ખુબ જ આગવી રીતે બજાવી. વિદ્યાર્થીઓમાં ઇસ્‍લામી સંસ્‍કારોનું સિંચન કરી રહ્યા હતા.

મૌલાના હાજી યુસુફ ૧૯૭૯માં વિ. જે. મદ્રેસામાં જોડાયા હતા અને સતત ર૯ વર્ષ સુધી શ્રેષ્‍ઠ અને પ્રસંશનીય ફરજ અદા કરતા રહીને તેઓ ર૦૦૮ માં વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલ પરંતુ તેમની ઉમદા શૈક્ષણીક કામગીરીને લક્ષમાં રાખીને શાળા સંચાલકોએ તેમને પોતાની સેવા ચાલુ રાખવા અપીલ કરતાં તેનો સ્‍વિકાર કરીને શાળામાં દિન્‍યાત અને ફારસીનું ઉમદા શિક્ષણ વિદ્યાર્થીઓને આપી રહ્યા.

સ્‍વભાવે ધીર ગંભીર, વિનમ્ર તથા માયાળુ હતા. ઉચ્‍ચ ઇલ્‍મી કાબેલીયત ધરાવતા આ આલિમે બા અમલની જીવનશૈલી સાદગી અને સરળતાપૂર્ણ હતી. એમના આવા સદ્દગુણોને કારણે તેઓ અનેરા અને લોકપિય વ્‍યકિતત્‍વના માલીક હતા.

પીલીભીત શરીફના હઝરત મૌલાના ઇદ્રીસરઝાખાન સાહેબે મૌલાના યુસુફ દુકાનીને સિલસિલાએ રઝવીયાહની ખિલાફતથી નવાજયા હતા. વિ. જે. મદ્રેસાના વિદ્યાર્થીઓ મૌલાના દ્વારા અપાતી દીની તાલીમનો લાભ મેળવી પોતાના મઝહબી ઇલ્‍મમાં વધારો કરતા રહ્યા તેમજ મદ્રેસાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતે મેળવેલ દીની તાલીમ માટે ગૌરવ અનુભવતા હોવાની છાપ તેઓ પ્રદર્શીત કરતા હોય છે.

અત્રે એ નોંધનીય છે કે, પોતે આ'લા હઝરતના આધ્‍યાત્‍મિક સુપુત્ર, મઝહરે આ'લા-હઝરત, મૌલાના મો. હશમતઅલીખાન સાહેબ લખનવી (રહે.)ના મુરીદ (અનુયાયી) હતા એટલું જ નહીં. તેઓનો પૂરો પરિવાર ‘‘હશમતી'' છે અને હંમેશા તેઓ પોતે ‘‘હશમતી'' હોવાનો ગર્વ અનુભવતા હતા એ ત્‍યાં સુધી કે, જયારે પોરબંદરમાં વર્ષો પહેલાં યોજાયેલ એક વિશાળ કાર્યક્રમમાં પોતાના પીરો મુર્શીદના વારસ અને સુપુત્ર ‘‘શેરે હિન્‍દુસ્‍તાન'' તરીકે જાણીતા હઝરત મૌલાના ઇદરીશ રઝાખાન સાહેબએ જયારે તેઓને ‘‘ખિલાફત અર્પણ કરી ત્‍યારે પોતાના પીર સાહેબનો ફયઝ આજે પોતાને ખિલાફત  રૂપે મળી ગયાનો  હર્ષ તેઓએ ભારોભાર વ્‍યકત કરી અપાર ખુશી અનુભવી હતી.

તેઓ એક ‘આમિલે શરીઅત' હતા તેઓ પોતાની પાછળ ૪ પરિણિત પુત્રી અને એક પુત્ર સહિતના વિશાળ દુફાની પરિવારને વિલાપ કરતા અચાનક  છોડી જતા દુફાની પરિવાર હતપ્રત થઇ ગયો છે.

જયારે ઇસ્‍માઇલ ખાન શેરવાનીની યાદી મુજબ હઝરત મૌલાના મુહમ્‍મદ યુસુફ દુફાની હશ્‍મતી ના ઇસાલે સવાબ માટે આજે જુમઆ ના મીઠી મસ્‍જિદ માંઇશાની નમાજ પછી ૭૦,૦૦૦  કલ્‍મા શરીફનું ખત્‍મ શરીફ જીયારતની મંજલિસ અને  ફાતેહા ખ્‍વાની નો પ્રોગામ  રાખવામાં આવેલ છે. અને મહિલાઓની મંજલીશ શનિવાર સવારે ૧૧ વાગ્‍યે તાજુશ્‍શારીયાહ હોલમાં રાખેલ છે. તેઓ અબ્‍દુલ હબીબભાઇ, ઇસ્‍માઇલભાઇ ત્‍થા કાસીમભાઇ મુહમ્‍મદહુસેન દુફાનીના ભાઇ ત્‍થા ગુલામ મુહમ્‍મદ યુસુફ દુફાનીના પિતા થતા હતા.

(11:56 AM IST)