તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
સાસણ ગીર હોટલ એસોસીએશન દ્વારા જંગલમાં પ્લાસ્ટિક મુકત અભિયાન
પ્રમુખ વિનોદભાઇ જીવાણી, બળવંતભાઇ ધામી સહિતનાની ગાંધીનગરમાં અર્જુનભાઇ મોઢવાડીયા સાથે મિટીંગ બાદ સાસણ ગીર જંગલમાં પર્યાવરણ સુરક્ષા માટે હોટલ, રિસોર્ટ માલિકો દ્વારા કડક પગલાઃ ૩ મહિનામાં તમામ હોટલમાં ફાયર સેફટી અને એસટીપી પ્લાન્ટ લગાવાશેઃ રેસ્ટોરન્ટમાં પ્લાસ્ટિક બોટલ ઉપર પ્રતિબંધ

જુનાગઢઃ સાસણ ગીર હોટલ એસોસીએશનના હોદેદારો તથા પ્લાસ્ટીક મુકત અભિયાન નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩૦: સાસણ ગીર હોટલ એસોસીએશનના પ્રમુખ વિનોદભાઇ જી. જીવાણી, વિશાલ ધ ગ્રીનવુડસ રિસોર્ટના માલીક બળવંતભાઇ ધામી સહિતના હોદેદારોએ જંગલમાં પ્લાસ્ટિક મુકત અભિયાનને વધુ વેગવંતુ કરવા નિર્ણય કર્યો છે.
તાજેતરમાં ગાંધીનગર ખાતે વન મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા સાથે મિટીંગ બાદ સાણ ગીર જંગલમાં પર્યાવરણ સુરક્ષા માટે વિવિધ નિર્ણયો લેવાયા છે.
ગાંધીનગરમાં સાસણ ગીર હોટેલ એસોસિએશનની મીટીંગ તથા મંત્રી જીતુભાઇ વધાણી , ડો. પ્રધુમનભાઈ વાજા , કૌશિકભાઈ વેકરીયા , સંજયભાઈ મહીડા સાથે, ડો. જયપાલસિંહ - PCCF. સાથે મીટીંગ થયેલ તેમાં ઘણા મુદદાઓ નું વિગત વાર મંત્રીશ્રીઓ તથા ડો. જયપાલસિંહ -PCCF તરફ થી સુચન થયેલ તેમનો ે સાસણ ગીર હોટેલ એસોસિએશન તરફ થી અમલ વારી કરી દીધેલ છે. અને તાત્કાલિક હોટલલીયર ને બોલાવીને તાત્કાલિક અમલવારી કરાવેલ છે.
જેમાં ઘન કસરો દરેક હોટલ વાળા તાલાળા મ્યુનીસીપલ ડમ્પિંગમાં નાખવાનો શરૂ કરાવેલ છે. અને તેમાં અમીતભાઈ ઉનડકટ તરફ થી તેમજ ભૂપતભાઈ હીરપરા સાહેબ ના સહયોગ થી ત્યાં ડમ્પિંગ ચાલુ કરાવેલ છે.
સાસણ ગીર હોટેલ એસોસિએશન દ્વારા તાત્કાલિક S.T.P પ્લાન્ટ જે હોટલ માં ન હોય તેમની હોટલ માં S.T.P પ્લાન્ટ ફીટ કરવાનું તાત્કાલિક જણાવેલ અને જે હોટલ S.T.P પ્લાન્ટ ફીટ કરેલ ન હતા તેમના ઓર્ડર અપાવેલ છે. અને ૨ થી ૩ માસમા S.T.P પ્લાન્ટ શરૂ કરીને પાણી ને ગાર્ડન માં ઉપયોગ કરવાનું નક્કી કરાવેલ છે. દરેક હોટલમાં ફાયર સેફટી ની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરવા નકકી કરેલ અને જે હોટલમાં ફાયર સેફટી ફીટ નથી કરેલ તેમના કોટેશન લઈ અને તાત્કાલિક ૩ મહીના માં ફાયર સેફટી ફીટીંગ કરીને N.O.C મેળવી લેવા નું નક્કી કરી અને ફાયર સેફટી ફીટ કરવાના ઓર્ડર આપેલ છે.
સાસણ-ભાલછેલ-હરીપુર-ભોજદે જે ગામ જંગલ ની બોર્ડર પર આવેલ છે. અને સ્ટેટ રોડ જે પસાર થાય છે. ત્યાં પ્લાસ્ટિક ને દૂર કરવાનું કામ સાસણ ગીર હોટેલ એસોસિએશન હાથ ધરી ને કામગીરી શરૂ કરેલ છે. દરરોજ ત્રણ હોટલ નો સ્ટાફ આ કામગીરી અમારા સાસણ ગીર હોટેલ એસોસિએશન ની દેખરેખ ની નીચે શરૂ કરવામાં આવેલ છે. સાસણ ગીર હોટેલ એસોસિએશન ત્રણ દિવસ સુધી ૧૫-૧૫ હોટલ ના કર્મચારી ને એક જગ્યા પર ભેગા કરીને વન્ય પ્રાણી ની જાણવણી કેવી રીતે કરવી અને ટૂરીસ્ટોને હોટલ માં કેવી રીતે ટ્રીટ કરવા તેમનો સેમીનાર રાખી અને સમજણ આપવામાં આવેલ છે?
દરેક હોટલમાં રેસ્ટોરન્ટ માં પ્લાસ્ટિકની બોટલ માં પાણી ન આપવું અને R.O પ્લાન્ટ દરેક હોટલે વસાવી અને ગ્લાસ ની બોટલ માં પાણી પેકીંગ કરીને રેસ્ટોરન્ટ માં બોટલ માં પાણી વિના મૂલ્ય આપવાનું નક્કી કરેલ છે. તેમ સાસણ ગીર હોટલ એસોસીએશનના પ્રમુખ વિનોદભાઇ જી. જીવાણી તથા વિશાલ ધ ગ્રીન વુડસ રિસોર્ટના માલીક બળવંતભાઇ ધામીએ જણાવ્યું છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
