News of Monday, 2nd November 2026
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી
પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, ગામના ખેડૂતોનું સન્માન કરાયું

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૨: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની લોઢવા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત વડોદરા ઝાલા ગામની સરકારી પ્રાથમિક શાળાના હોલ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાના વિતરણ નિમિત્તે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ, લાભાર્થીઓ, ગામના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તથા ઉપસ્થિત આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ કાર્યક્રમનું ઉપસ્થિત સૌએ નિહાળન કર્યું હતું.
આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર સાંસ્કળતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવ્યો હતો. કાર્યક્રમની વિશેષતા રૂપે વડોદરા ઝાલા ગામના ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના પરિશ્રમ, ખેતી પ્રત્યેની નિષ્ઠા અને ગ્રામ્ય અર્થતંત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રવચન કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોના કલ્યાણ અને કળષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસને હંમેશાં પ્રાથમિકતા આપી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ કાર્યક્રમમાં વડોદરા ઝાલા ગામના આગેવાન દિલીપભાઈ ઝાલા, તાલુકા પંચાયત સીટના સભ્ય વિજયભાઈ મોરી, વાવડી ગામ ના સરપંચ પ્રવીણભાઈ,જિલ્લા સહકારી બેંકના મેનેજર ભગવતસિંહ ઝાલા, ભીખુભાઈ ઝાલા,રામસિંહભાઈ મોરી, ખોડુભાઈ વાણવી,સરકારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ, નોડલ ઓફિસર સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
