હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાણાવાવ પાસે બરડા ડુંગરમાં વધુ ર દેશી દારૂની ભઠ્ઠી પોલીસે બંધ કરાવીઃ આરોપીઓ નાસી ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૦: રાણાવાવ પાસે બરડા ડુંગરમાં પોલીસે ચેકિંગ દરમ્યાન વધુ ર દેશી દારૂની ભઠ્ઠી બંધ કરાવી દીધી હતી. આ દારૂ દરોડા દરમ્યાન બન્ને દારૂની ભઠ્ઠીના આરોપીઓ હાથ આવ્યા નહોતા.
રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇને બાતમીના આધારે બરડા ડુંગર કોઠાવાળાનેશથી ઉતરે રેઇડ કરતા સુદા દેવરાજભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણા વાળાની દેશી દારૂની ભઠ્ઠી તેમજ બરડા ડુંગર કોઠાવાળાનેશથી ઉતરે આશરે ૧ કિ.મી. દુર ગોગન સેજાભાઇ ગુરગુટીયા રહે.આદિત્યાણા વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ.
આ દરોડા સમયે આરોપીઓ હાજર નહી મળેલ સુદા દેવરાજભાઇ ગુરગુટીયા હાજર મળેલ નહી તેની ભઠ્ઠીમાંથી દેશી દારૂ લી.૫૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.૪૦૦ તથા ભઠ્ઠીનો સાધનો મળી કુલ કિરૂ. ૨૨,૪૦૦/-નો મુદામાલ મળી આવેલ હતી.
બીજા દેશી દારૂની ભઠ્ઠીમાં આરોપી ગોગન સેજાભાઇ ગુરગુટીયા હાજર મળ્યો નહોતો તેની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી.૪૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૧૧,૩૦૦નો મુદામાલ મળી આવેલ હતો.આ દારૂની દરોડાની કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.જી.ડાંગર તથા પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, તથા એ.કે.લુવા તથા એસ.આર. કરંગીયા તથા પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કળણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઇ તથા ફોરેસ્ટ ગાર્ડ ડી.બી.ઓડેદરા દ્વારા કરવામાં આવેલ હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
