તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
વેરાવળમાં SMCની ટિમ ઉપર હુમલાના કેસમાં ખોટા નામે પોલીસ ફરિયાદ દાખલ થઈ: ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નાયબ મુખ્યમંત્રીને કરી રજૂઆત
પોલીસના બાતમીદારોને અંગત અદાવત હોવાથી ખોટા નામો આપ્યા હોવાનો વિમલ ચુડાસમાએ કર્યો દાવો: સીસીટીવી ફૂટેજ સાથે મોબાઇલ સર્વેલંસ ચેક કરી કાર્યવાહી કરવા કરી માંગ

વેરાવળમાં SMCની ટિમ ઉપર હુમલાના કેસમાં ખોટા નામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાનું કોંગ્રેસના ધારાસભ્યે ગૃહપ્રધાન હર્ષભાઈ સંધવીને જણાવ્યું છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નાયબ મુખ્યમંત્રીને આ મામલે રજુઆત કરી હતી. ગત આઠ જુલાઈએ SMC ની રેડમાં, જે નામો સામે FIR થઈ છે તે પૈકી કેટલાકના નામો ખોટા છે. પોલીસના બાતમીદારોને અંગત અદાવત હોવાથી ખોટા નામો આપ્યા હોવાનો વિમલ ચુડાસમાએ દાવો કર્યો હતો.રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત હતી . આ બાબતે સીસીટીવી ફૂટેજ સાથે મોબાઇલ સર્વેલંસ ચેક કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસે ખોટી રીતે 200 વ્યક્તિઓ સામે FIR કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
