હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરમાં વિજયાદશમી પર્વે પોલીસ પરિવાર દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજનઃ ૩૨૦૦થી વધુ હથિયારોનું વિધિવત પૂજન
હેડ ક્વાર્ટર ખાતે ઇન્સાસ, અમોઘ, AK-47 સહિત આધુનિક શષાો, વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડનું પૂજન કરાયું: SP પ્રેમસુખ ડેલુ સહિત પોલીસ કાફલો રહ્યો ઉપસ્થિત

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૧: વિજયાદશમી એટલે અસત્ય પર સત્યના વિજયનો દિવસ. આ પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પરંપરાગત શષા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ પરંપરા મુજબ દશેરાના દિવસે શષા પૂજન અત્યંત શુભ માનવામાં આવે છે. શષાોની પૂજા કરવાથી શક્તિ, સુરક્ષા અને વિજય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. આ પરંપરાને જાળવી રાખતા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરાયું હતું.
સવારે હેડ ક્વાર્ટર ખાતે ૩૨૦૦થી વધુ શષાોને એક હરોળમાં ગોઠવી વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્સાસ રાઇફલ, અમોઘ રાઇફલ, AK-47, પિસ્તોલ, રિવોલ્વર, મશીનગન સહિતના આધુનિક હથિયારોનો સમાવેશ થતો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ કરાવવામાં આવી હતી. અધિકારીઓ અને જવાનોએ શષાોને તિલક કરી ફૂલહાર પહેરાવી પૂજા કરી હતી.
શષાોની સાથે સાથે પોલીસના વાહનો, અશ્વ (ઘોડા) અને શ્વાન (ડોગ સ્ક્વોડ)નું પણ પૂજન કરવામાં આવ્યું હતું. શષા એ જ પોલીસનો સાચો સાથી છે અને તેની જાળવણી અને સન્માન કરવું એ દરેક જવાનની ફરજ છે, તેવો સંદેશ આ પૂજન દ્વારા અપાયો હતો.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું હતું કે, વિજયાદશમી એ શક્તિની ઉપાસનાનો દિવસ છે. પોલીસ માટે શષા એ શક્તિનું પ્રતીક છે. તેની પૂજા કરવાથી ફરજનિષ્ઠા સાથે કામ કરવાની પ્રેરણા મળે છે. જિલ્લામાં સુખ-શાંતિ અને સમળદ્ધિ જળવાઈ રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. તેમણે સમગ્ર જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આજે સાંજે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શૌર્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનો પરંપરાગત વેશમાં શષાો સાથે જોડાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
