તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 4th May 2026
રાણાવાવ પાસે બરડા ડુંગરમાં પોલીસે દેશીદારૂની ર ભઠ્ઠી શોધી કાઢીઃ ૮૦૦ લીટર આથો ઝડપાયો
બન્ને દારૂની ભઠ્ઠીના આરોપીઓ હાથ આવ્યા નહીં: બરડામાં દારૂ દુષણ દુર કરવા કડક કામગીરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪: રાણાવાવ નજીક બરડા ડુંગર વિસ્તારમાં દારૂ દુષણ હટાવવા પોલીસ દ્વારા તપાસ દરમીયાન દેશી દારૂની ર ભઠ્ઠી મળી આવી હતી. આ બન્ને દેશી દારૂની ભઠ્ઠી ઉપર આરોપીઓ હાજર મળી આવ્યા ન હોતા.
રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી બી.જી.ડાંગર દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી પ્રવળતિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના અન્વયે રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ. ભરત કાનાભાઇ તથા ક્રુણાલસિંહ પ્રવિણસિંહ ને મળેલ બાતમી આધારે બરડા ડુંગરમાં સર્ચ કરી રેઇડ કરતા ભાયા જીવાભાઇ મોરી રહે.ખંભાળાગામ વીડીનેશ તા.રાણાવાવ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી તેમજ ખંભાળા ડેમ થી પુર્વે અડધો કિ.મી. દુર ડુંગરની પડધારમાં હકિકત વાળી જગ્યાએ નાથા જીવાભાઇ મોરી રહે.ખંભાળાગામ વીડીનેશ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનના અલગ-અલગ ગુન્હા દાખલ કરેલ છે.
આ બન્ને દારૂની ભઠ્ઠી ઉપર દરોડા દરમીયાન (૧) હાજર નહી મળેલ આરોપી ભાયા જીવાભાઈ મોરી તથા (૨) નાથા જીવાભાઇ મોરી બન્ને હાજર મળ્યા ન હોતા. દારૂની ભઠ્ઠીમાંથી ર૦૦ લીટર દારૂનો આથો અને પ૦ લીટર દેશી દારૂ તેમજ નાથાની ભઠ્ઠીમાંથી ૬૦૦ લીટર આથો અને સાધનો પકડાયા હતા.
આ દારૂ દરોડાની કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.જી.ડાંગર તથા પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, તથા પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કળણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઇ તથા ફોરેસ્ટર આર.બી.કારેણા દ્વારા કરવામાં આવેલ હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
