<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

શ્રાવણ માસની પૂર્ણાહુતિએ સોમનાથ મંદિરે પોલીસનું ધ્‍વજારોહણ

શાષાોક્‍ત વિધિ સાથે ધ્‍વજપૂજા કરી, SP જાડેજા સહિત અધિકારીઓ જોડાયા

 

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૨:  પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું. શાષાોક્‍ત વિધિ સાથે ધ્‍વજપૂજા કરાયા બાદ ઢોલ-શરણાઈના તાલે મંદિર પરિસરમાં ધ્‍વજારોહણની ઉજવણી થઈ.

આ ધાર્મિક પ્રસંગે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, હેડ ક્‍વાર્ટર ડીવાયએસપી ચેતન ખટાણા સહિત ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના પી.આઈ., પી.એસ.આઈ. અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્‍યામાં જોડાયા. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ખાખી વષાોમાં ધ્‍વજપૂજામાં ભાગ લઈ ભગવાન સોમનાથના શિખર પર ધ્‍વજારોહણ કર્યું.

સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર ધ્‍વજારોહણનું ધાર્મિક અને આધ્‍યાત્‍મિક મહત્‍વ છે. શ્રાવણ માસ દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે આવ્‍યા હતા. આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા જાળવવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું કે, શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્‍યા હતા. સોમનાથ મંદિરની સુરક્ષા વ્‍યવસ્‍થા સંવેદનશીલ હોવાથી સમગ્ર માસ દરમિયાન પોલીસે રાઉન્‍ડ ધ ક્‍લોક બંદોબસ્‍ત જાળવ્‍યો હતો. સુરક્ષા કર્મચારીઓએ સેવા, સુરક્ષા અને ભક્‍તિભાવ સાથે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે સુરક્ષા બંદોબસ્‍ત સફળતાપૂર્વક સંપન્ન થયો તે ભગવાન સોમનાથ મહાદેવની કળપા છે. શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે ભગવાન સોમનાથ પ્રત્‍યે આભાર વ્‍યક્‍ત કરવા ધ્‍વજપૂજા અને ધ્‍વજારોહણનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પોલીસ વિભાગની સેવા, સુરક્ષા અને ભક્‍તિની ત્રિવેણીનો અનોખો સંગમ જોવા મળ્‍યો.

(1:06 PM IST)