News of Thursday, 5th November 2026
દિવાળી તહેવારને લઈ જૂનાગઢમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૫ :. આગામી દિવસોમાં દિવાળી પર્વ, નૂતન વર્ષ, ભાઈબીજ સહિતના તહેવાર આવી રહ્યા છે અને અત્યારે તેનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ચૂકયું છે ત્યારે લોકો આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે અને કાયદો વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે તે માટે શહેર પોલીસે કમર કસી છે. એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં એ ડિવિઝન પીઆઇ એ. બી. ચૌધરી, ગુના શોધક શાખાના પીએસઆઇ વાય. એન. સોલંકીની ટીમે શહેરમાં સતત ધમધમતા પંચહાટડી, માંગનાથ સહિતની બજાર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ શરૂ કરી અસામાજિક તત્વો, તસ્કરો સહિતના ગુનેગારો પર વોચ ગોઠવી છે. જેના પગલે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
