<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ઉપલેટામાં બે જુથ વચ્‍ચે મારામારી બાદ પોલીસ તપાસ

(કૃષ્‍ણકાંત ચોટાઇ-જજગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૭: ઉપલેટામાં કાલે ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં મોહસીન દિલાવર હિંગોરા તેમજ તેમના પિતા દિલાવર હિંગોરા નામના યુવકને  ગંભીર ઈજાઓ પહોંચી હતી. મારામારીમાં સામે યાસીન ઉર્ફે અકારી હરૂણભાઈ કટારીયા નામના વ્‍યક્‍તિને માથાના ભાગે તેમજ અન્‍ય ઇજાઓ પહોંચી હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત મોહસીન નામના વ્‍યક્‍તિને ઉપલેટા સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યો હતો. મોહસીનની હાથની આંગણીઓમાં કપાઈ ગયેલ હોય તેમજ ડાબા હાથ સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

અજાણ્‍યા ત્રણથી ચાર જેટલા વ્‍યક્‍તિઓ દ્વારા હુમલો કરાયો હોવાનું ઇજાગ્રસ્‍ત મોહસીન દ્વારા જણાવાયું હતું ગંભીર ઈજાઓ જણાતા મોહસીન નામના ઈજાગ્રસ્‍ત વ્‍યક્‍તિને ઙ્કથમ ઉપલેટા સિવિલ હોસ્‍પિટલ અને બાદમાં ખાનગી હોસ્‍પિટલમાં રીફર કરવામાં આવેલ. મોહસીનના પિતા અને અન્‍ય ઇજાગ્રસ્‍ત વ્‍યક્‍તિને ઉપલેટાની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર ખસેડવામાં આવ્‍યા હતા. આંતરિક વિવાદ અને બબાલને લઈને માથાકૂટ તેમજ મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે ત્‍યારે હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી. ઘટનાને પગલે ઉપલેટા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.એમ ધાંધલ દ્વારા સમગ્ર ઘટનાની પૂછપરછ અને તપાસ તેમજ ચુસ્‍ત કડક બંદોબસ્‍ત ગોઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(તસવીરઃ ભોલુ રાઠોડ- ઉપલેટા)

(11:24 AM IST)