News of Friday, 5th June 2026
રાણાવાવ પાસે બરડા ડુંગરમાં ર સ્થળે દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકીઃ ૮૦૦ લીટર આથો ઝડપાયો
બન્ને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આરોપીઓ નાસી ગયાઃ અલગ અલગ ગુન્હા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.,પ : રાણાવાવ પાસે બરડા ડુંગરમાં પોલીસે બે સ્થળે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ચેકીંગ કરીને બન્ને સ્થળોએથી કુલ ૮૦૦ લીટર દેશી દારૂનો આથો તથા ભઠ્ઠીના સાધનો પકડી લીધા હતા. આ દરોડા દરમિયાન બન્ને દારૂની ભઠ્ઠીઓના આરોપીઓ હાથ આવ્યા નહોતા.
ઇ/ચા રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એમ.ડી.વાળા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી. પ્રવૃતિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના અન્વયે રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા જયમલ સામતભાઇને મળેલ સંયુક્ત હકિકત આધારે બરડા ડુંગર ખોડીયારનેશ થી ઉતરે ટેકરી પર હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા બધા લખમણભાઇ કોડીયાતર રહે ધ્રામણીનેશ તા.ભાણવડ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ ખોડીયારનેશથી પુર્વે આશરે અડધો કિ.મી. દુર પાણીની જરમાં હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા નારણ બાલાભાઈ કોડીયાતર રહે.ખોડીયારનેશ તા.રાણાવાવ જી પોરબંદર વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને આ બંન્ને આરોપીઓ ે વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનના અલગ-અલગ ગુન્હા રજી. કરાવેલ છે
દારૂ દરોડા દરમિયાન ફરાર બધા લખમણભાઇ કોડીયાતર રહે ધ્રામણીનેશ તા.ભાણવડ દેશી દારૂ બનાવવાનો ભઠ્ઠીમાંથી આથો લી.૮૦૦/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૨૫,૧૫૦નો મુદામાલ મળી આવેલ તેમજ સ્ટાફ નારણ બાલાભાઇ કોડીયાતર રહે.ખોડીયારનેશ રાણાવાવ ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી.૮૦૦/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૨૨,૫૦૦/- નો મુદામાલ મળી આવેલ હતો.
આ દારૂ દરોડાની કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ એમ.ડી.વાળા, પો.સબ.ઇન્સ. શ્રી આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા. એ.કે.લુવા તથા પો.કોન્સ. સંજય વાલાભાઇ,જયમલ સામતભાઇ, ક્રળણાલસિંહ પ્રવિણસિંહ દ્રારા કરવામાં આવેલ હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
