તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ભાયાવદરના પડવલા ગામે જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૧૬ પતાપ્રેમીઓ પકડાયા
વિનુ પરમાર તેના મકાનમાં જુગાર રમાડતો'તોઃ ૧.૨૫ લાખની રોકડ સહિત ૫.૧૧ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
રાજકોટ તા.૩૦: ભાયાવદર પોલીસે પડવલા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર રેઇડ કરી જુગાર રમતા ૧૬ શખ્સોને ૫.૧૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજી વિભાગનાઓ સિમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.બી.જાડેજા પોલીસ કર્મચારીઓ સાથે કાર્યરત હતા એ દરમ્યાન ASI શક્તિસિંહ જાડેજા તથા PC સત્યપાલસિંહ જાડેજા તથા અજયભાઇ સોરઠીયાને સંયુક્તમા ખાનગીરાહે મળેલ હકીકત આધારે ભાયાવદરના પડવલા ગામેં વિનુભાઇ ચતુરનાથ પરમારના રહેણાંક મકાનમા રેઇડ કરી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી ૧૬ આરોપીને કુલ રૂ ૫,૧૧,૧૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં (૧)પ્રતિકનાથ ધીરૂનાથ મુરીયાણા રહે. ખારચીયા (શહીદ) તા.ઉપલેટા (૨) પ્રકાશનાથ હીરાનાથ ધાંધલ રહે. નટવરનગર,બગસરા (૩) કાંન્તીભાઇ બાબુભાઇ ખરેડ રહે.ભુખી રોડ,કુંભારવાડા, ધોરાજી (૪) બાલાનાથ સીદીનાથ મુરીયાણા રહે.ખારચીયા (શહીદ) તા.ઉપલેટા (૫) વિજયનાથ શાંતુનાથ પરમાર રહે. પડવલા તા.ઉપલેટા(૬) ચુનીનાથ શાંતુનાથ પરમાર રહે. પડવલા તા.ઉપલેટા જી.રાજકોટ (૭) વિપુલભાઇ ચંદુનાથ ખરેડ રહે.પડવલા તા.ઉપલેટા (૮) બચુનાથ ચતુરનાથ મુરીયાણા રહે.ખારચીયા (શહીદ) તાઃઉપલેટા (૯) વિનુભાઇ ચતુરનાથ પરમાર રહે. પડવલા તા.ઉપલેટા (૧૦)મનોજનાથ દેવનાથ મુરીયાણા રહે.ખારચીયા તા.ઉપલેટા (૧૧) ભરતનાથ ઉર્ફે રૂપેશ કેશુનાથ મુરીયાણા રહે. ખારચીયાતા.ઉપલેટા- (૧૨) ચંદુનાથ દેવનાથ મુરીયાણા રહે.ખારચીયા (શહીદ) તા.ઉપલેટા (૧૩)રસીકનાથ બચુનાથ મુરીયાણા રહે.ખારચીયા (શહીદ) તા.ઉપલેટા (૧૪) ધીરૂનાથ બાબુનાથ મુરીયાણા રહે.ખારચીયા (શહીદ) તા.ઉપલેટા (૧૫) દલપતનાથ બચુનાથ ખરેડ રહે.પડવલા તા.ઉપલેટા તથા (૧૬) મુકેશનાથ દેવનાથ મુરીયાણા રહે.ખારચીયા(શહીદ) તા.ઉપલેટાનો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂ. ૧,૨૫,૧૩૦/-, મોબાઇલ ફોન-૧૧ કી રૂ. ૧,૩૬,૦૦૦/- તથા મોટર સાયકલ -૪ કી રૂ. ૨,૫૦,૦૦૦/- મળી કી.રૂ. ૫,૧૧,૧૩૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કાર્યવાહી ભાયાવદરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એ.બી.જાડેજા, એ.એસ.આઇ ધરમચંદ કટોચ, શક્તિસિંહ જાડેજા, અરૂણભાઇ ખટાણા,પો.હેઙ કોન્સ સુરેશભાઇ ભરવાડ,પો.કોન્સ સત્યપાલસિંહ જાડેજા, અજયભાઇ સોરઠીયા તથા મહેશભાઇ ગમારા દ્વારા કરવામાં આવી હતી.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
