<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પોરબંદર પાસે ગેસ્‍ટ હાઉસમાં દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી : ૩ ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪ : નજીકમાં બોખીરો રસ્‍તાની ગોળાઇમાં આવેલા ગેસ્‍ટ હાઉસમાં દારૂની મહેફિલ ઉપર પોલીસ ટીમે ચેકિંગ કરીને ૩ શખ્‍સોને પકડી લીધા હતાં.

બોખીરા ગોળાઈ પાસે આવેલા ક્રિષ્‍ના ગેસ્‍ટ હાઉસમાં એલસીબીએ દરોડો પાડતાં રૂમ નંબર ૧૦૭માંથી ત્રણ શખ્‍સ દારૂની મહેફિલ માણતા મળી આવ્‍યા હતા. પોલીસે સ્‍થળ પરથી વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણ   શખ્‍સો  કુતિયાણાના બહારપુરા વિસ્‍તારમાં રહેતા ભરત ઉર્ફે કારૂ નાથા ઓડેદરા (ઉં.વ. ૨૮), જામનગર જિલ્લાના નાની લાખાણીના વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા (ઉં.વ.૨૩) અને પોરબંદરના રમેશ વિરાભાઈ સોઢા (ઉં.વ. ૪૨) ને પકડી લીધા હતાં.

એલસીબીના પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ વિરેન્‍દ્રસિંહ દશરથસિંહ પરમારની ફરિયાદ મુજબ આ ત્રણેય શખ્‍સોએ કોઈ પાસ-પરમિટ વિના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના કબજામાં રાખી એકબીજાની મદદગારીથી દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું.

ચેીકંગ સ્‍થળ પરથી વિદેશી દારૂની ૧૮૦ એમએલની ભરેલી બોટલ, આશરે ૯૦ એમએલ દારૂ ભરેલી બોટલ, એક ખાલી બોટલ, ત્રણ પ્‍લાસ્‍ટિક ગ્‍લાસ, થમ્‍સ અપની અધૂરી બોટલ, પાણીની બોટલ તથા ખાવાની વસ્‍તુઓ મળી કુલ રૂ. ૨૫૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો હતો. પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઇ. એચ.એ. માકડિયા તપાસ ચલાવે છે.

(11:24 AM IST)