તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
જેતપુરમાં જૂના પાંચપીપળા રોડ અને સારણ પુલ પાસે પોલીસનો દરોડો : મહિલા સંચાલિત જુગારના બે હાટડા ઝડપાયા, ૧૨ મહિલા અને ૩ પુરુષ સહિત ૧૫ શખ્સો પકડાયા
જેતપુર શહેર પોલીસે બે અલગ-અલગ દરોડા પાડીને કુલ રૂ. ૩૩,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો : લતાબેન પીઠડીયા અને કમળાબેન સિંગલના મકાનમાંથી તીન પત્તીનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું

કેતન ઓઝા દ્વારા, જેતપુર: જેતપુર શહેરમાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે જેતપુર શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પેટ્રોલીંગ દરમિયાન મહિલાઓ દ્વારા સંચાલિત જુગારના બે હાટડા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બે જુદી જુદી જગ્યાએ દરોડા પાડીને કુલ ૧૨ મહિલાઓ અને ૩ પુરુષો મળી ૧૫ જુગારીયાઓને રોકડ રકમ તથા મોબાઈલ મળી કુલ રૂ. ૩૩,૩૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુર શહેર પીટીપી આઈ/સી પીઆઈ એ.ડી. પરમાર તથા સ્ટાફના ભગીરથસિંહ જાડેજા, મિલનસિંહ ડોડીયા, અમિતભાઈ સિદ્ધપરા, પ્રદીપભાઈ આગરીયા, સાગરભાઈ મકવાણા, લાખુભા રાઠોડ તથા મહિલા પોલીસ જશુબેન સિંઘલ, શીતલબેન લાંબારિયા અને શીતલબેન ઢગેલા સહિતનો પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જૂના પાંચપીપળા રોડ પર રહેતી લતાબેન પ્રવીણભાઈ પીઠડીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી જુગારનો હાટડો ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં મકાનની અંદર તીન પત્તીનો જુગાર રમતી ૧૧ મહિલાઓ રોકડા રૂ. ૧૧,૬૫૦ સાથે ઝડપાઈ ગઈ હતી.
બીજા દરોડાની વિગત અનુસાર, અમરનગર રોડ પર પેટ્રોલીંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સારણના પુલ પાસે રહેતી કમળાબેન કમાભાઈ સિંગલ પોતાના મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી મકાનમાંથી તીન પત્તીનો જુગાર રમતા ૩ પુરુષો અને ૧ મહિલાને રોકડા રૂ. ૧૦,૭૦૦ તથા ૨ મોબાઈલ મળી કુલ રૂ. ૨૧,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં પકડાયેલ મહિલાઓ:
૧. લતાબેન પ્રવીણભાઈ પીઠડીયા (મકાન માલિક, જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૨. મંજુબેન પ્રવીણભાઈ કંડોરીયા (રહે. જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૩. ક્રિષ્નાબેન મહેશભાઈ ધામેચા (રહે. જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૪. ઈલાબેન ઘનશ્યામભાઈ પડિયા (રહે. જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૫. સાક્ષીબેન પ્રશાંતભાઈ પડિયા (રહે. જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૬. અનિલાબેન હર્ષદભાઈ પડિયા (રહે. જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૭. પૂજાબેન જયેશભાઈ ડાભી (રહે. જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૮. રાજીબેન વજુભાઈ સિંધવ (રહે. જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૯. કિરણબેન જીવરાજભાઈ સરવૈયા (રહે. જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૧૦. પ્રફુલાબેન ધીરજભાઈ ઠકરાર (રહે. જૂના પાંચપીપળા રોડ, જેતપુર)
૧૧. અનિલાબેન ભગવાનજીભાઈ ચૌહાણ (રહે. ગોકુલધામ, રાજકોટ)
બીજા દરોડામાં પકડાયેલ આરોપીઓ:
૧. કમળાબેન કમાભાઈ સિંગલ (મકાન માલિક, રહે. સારણના પુલ પાસે, જેતપુર)
૨. અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયા (રહે. બાપુની વાડી, જેતપુર)
૩. યોગેશ વાલજીભાઈ વાઘેલા (રહે. બાપુની વાડી, જેતપુર)
૪. કાંતિ પ્રેમજીભાઈ ગોહેલ (રહે. સારણના પુલ પાસે, જેતપુર)
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
