<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ગોંડલમાં પોલીસનું સરપ્રાઇઝ કોમ્‍બિંગઃ વોરા કોટડા રોડ અને હોસ્‍પિટલ વિસ્‍તારમાં દરોડા

૧૩૫ કેસ નોંધાયાઃ આઇકોનિક મેળામાં હત્‍યાની ઘટના બાદ પોલીસે ખાખીનો પરિચય કરાવ્‍યો

 

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨:  ગોંડલનાં અસામાજિક તત્‍વોનાં અડ્ડા સમા અને મીની જંગલેશ્રવર બની રહેલા વોરાકોટડા રોડની ગુનાખોરીનો અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થયાનાં પગલે પોલીસ દ્વારા અસામાજિક તત્‍વો અને કાયદાનો ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરીને ગોંડલ શહેરમાં અચાનક સઘન કોમ્‍બિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્‍ય એસપી વિજયસિહ ગુર્જરની સૂચના અન્‍વયે પોલીસે સિઘમ બની વોરાકોટડારોડ તથા સરકારી હોસ્‍પિટલ સામે નદીના ખાડામાં ખાખીનો પરચો બતાવી અસામાજિક તત્‍વોને આકરો મેસેજ આપ્‍યો હતો.

 રાત્રીનાં ડીવાયએસપી કે.જી.ઝાલાએ હાથ ધરેલા કોમ્‍બિંગ ઓપરેશનમાં એલસીબી પીઆઇ રાવ,એસઓજી ભ્‍લ્‍ત્‍ પારઘી, ભ્‍લ્‍ત્‍ ઝાલા, ભ્‍લ્‍ત્‍ ભિમાણી ઉપરાંત ગોંડલ સિટી 'એ' ડીવિઝન, 'બી' ડીવિઝન પીઆઇ જે.આર.ઝાલા,જી.એસ.ગઢવી તાલુકા પોલીસ સ્‍ટેશન સહિત નો પોલીસ કાફલો જોડાયો હતો.

પોલીસ ટીમો દ્વારા વોરા કોટડા રોડ આવાસ તેમજ સરકારી હોસ્‍પિટલ પાસેના ખાડા વાળા વિસ્‍તારમાં સઘન તપાસ યોજવામાં આવી હતી. આ દરમિયાન નશાની હાલતમાં રખડતા  શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત નંબર પ્‍લેટ વગરના અને શંકાસ્‍પદ અગીયાર વાહનોને ડીટેઇન  કરવામાં આવ્‍યા હતા. સાથે જ વાહન ચેકિગ દરમિયાન કાયદાભંગ કરતા ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.એક જીપી એક્‍ટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી કરાઇ હતી.

ગોંડલ DySP કે. જી. ઝાલાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, ઉચ્‍ચ અધિકારીઓની સૂચનાથી અચાનક યોજાયેલા આ સરપ્રાઇઝ કોમ્‍બિંગ ડ્રાઇવ દરમિયાન વિવિધ ગુનાઓ અને નિયમભંગ બદલ કુલ ૧૩૫ જેટલા કેસો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.

કોમ્‍બિંગ સાથે પોલીસ નો આક્રમક મિજાજ પારખી ગાંઠીયા દાદાઓ અને લુખ્‍ખા તત્‍વો તિતરભિતર બની ગયા હતાં

(11:10 AM IST)