તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સજ્જ :સિકકા પાલીકા તથા જામનગર મહાનગર પાલીકાના વિસ્તારોમાં રૂટ પેટ્રોલીંગ તથા બુથ વિઝીટ
સંવેદનશીલ બુથો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી પોલીસ અધિક્ષક જામનગર નાઓ ધ્વારા યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સુચના : જુઓ વિડિઓ

જામનગર :આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ જામનગર જીલ્લા ખાતે યોજાનાર સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં મતદારો શાંતિ પુર્ણ રીતે મતદાન કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓની આગેવાની હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક શહેર વિભાગ તથા એલ.સી.બી. એસ.ઓ.જી. સીટી એ ડીવીઝન પો.સ્ટે., સીટી સી ડીવીઝન પો.સ્ટે. તથા સિકકા પો.સ્ટે. ના સ્ટાફ ધ્વારા સિકકા નગરપાલીકા તથા જામનગર મહાનગર પાલીકાના વિસ્તારોમાં રૂટ પેટ્રોલીંગ તથા બુથ વિઝીટ હાથ ધરવામા આવેલ. બુથ વિઝીટ દરમ્યાન સંવેદનશીલ બુથો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી પોલીસ અધિક્ષક જામનગર નાઓ ધ્વારા યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સુચના કરવામા આવેલ છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
