તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ધોરાજીમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને રાજકીય માહોલ ગરમાયો: અનેક રસ્તાઓ ધોવાયા છતાં હજુ સમારકામ કે રિસરફેસિંગ કરાયા નહીં
સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, સોની બજાર, મેઈન બજાર અને ચકલા ચોક સહિતના વિસ્તારોમાં મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચોમાસા દરમિયાન પડેલા વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને હજુ સુધી યોગ્ય સમારકામ કે રિસરફેસિંગ કરવામાં આવ્યું નથી.
સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, સોની બજાર, મેઈન બજાર અને ચકલા ચોક સહિતના વિસ્તારોમાં મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મુખ્ય બજારોમાં દરરોજ હજારો લોકોની અવરજવર વચ્ચે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. રસ્તાઓની ખરાબ હાલતને લઈને કોંગ્રેસે ભાજપ શાસિત નગરપાલિકા સામે આક્ષેપો કર્યા છે, જ્યારે ભાજપે આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ટૂંક સમયમાં નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
