તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ભાવનગરમાં મેયર પદને લઈને રાજકીય ચર્ચાઓ તેજ :સામાન્ય વર્ગના મહિલા નેતાઓ વચ્ચે રસાકસી
વર્ષાબા પરમાર, હીરાબેન કુકડીયા, દક્ષાબેન ભટ્ટ અને શીતલબેન જોશીના નામો ચર્ચામાં

ભાવનગરમાં મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પ્રથમ ટર્મ માટે સામાન્ય મહિલા ઉમેદવારને મેયર તરીકે પસંદ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે વિવિધ મહિલા નેતાઓ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. મેયર પદ માટે જ્ઞાતિગત સમીકરણો પણ મહત્વના બન્યા છે. ક્ષત્રિય, બ્રાહ્મણ અને પટેલ સમાજની મહિલા નેતાઓના નામો ચર્ચામાં આગળ આવી રહ્યા છે, જેના આધારે પાર્ટીમાં સંતુલન સાધવાની કવાયત ચાલી રહી છે. ચર્ચામાં આવેલા નામોમાં વર્ષાબા પરમાર, હીરાબેન કુકડીયા, દક્ષાબેન ભટ્ટ અને શીતલબેન જોશીનો સમાવેશ થાય છે. પાર્ટી સ્તરે અંતિમ નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે તેવી શક્યતા છે, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
