તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંતિમ આંકડાઓ જાહેર થતા રાજકીય સમીકરણો બદલાયા
જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકા સુધીના ઉમેદવારોના અંતિમ આંકડાઓ જાહેર:ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કેટલાક ઉમેદવારો બિનહરીફ થયા તો ક્યાંક અપક્ષો ખેલ બગાડી શકે

જૂનાગઢ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ હવે મેદાનમાં કેટલા ઉમેદવારો ભાગ્ય અજમાવશે તેની સત્તાવાર વિગતો સામે આવી છે. આ વખતે જિલ્લામાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
જિલ્લા પંચાયતની વાત કરીએ તો, કુલ 30 બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 30 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 29 બેઠકો પર ઝંપલાવ્યું છે. અપક્ષ તરીકે 9 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, જેના કારણે કુલ 98 હરીફો મેદાનમાં છે. નોંધનીય છે કે જિલ્લા પંચાયતમાં એક પણ બેઠક બિનહરીફ જાહેર થઈ નથી.'
બીજી તરફ, તાલુકા પંચાયત સ્તરે પણ સ્થિતિ રસપ્રદ છે. જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 158 બેઠકો માટે રસાકસી જામશે. અહીં ભાજપે તમામ 158 બેઠકો પર, કોંગ્રેસે 150 અને આપ દ્વારા 147 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં છે. અપક્ષ ઉમેદવારોની સંખ્યા 31 છે, જે કુલ હરીફોનો આંકડો 491 પર લઈ જાય છે.
કેશોદ નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે જંગ જામશે. જોકે, અહીં ભાજપના 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. હવે 36 માંથી બાકી રહેલી બેઠકો પર ભાજપના 35, કોંગ્રેસના 33 અને આપના 24 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે તે હવે જોવું રહ્યું.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
