<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

મોરબીમાં પૂ.મહંત સ્‍વામીની પધરામણીઃ હરિભકતો દ્વારા ભવ્‍ય સ્‍વાગત

૨૫મીએ નવનિર્મિત શિખરબધ્‍ધ શ્રી સ્‍વામીનારાયણ-મંદિરની મુર્તિ પ્રતિષ્‍ઠા વિધીઃ પૂ.મહંત સ્‍વામી ૧૫ દિવસ રોકાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૧:મોરબીમાં નવનિર્મિત શિખરબદ્ધ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે આજે દશેરાના પવિત્ર દિવસે સવારે ૯:૩૦ કલાકે મંદિરના પ્રેરણામૂર્તિ પૂ. મહંતસ્‍વામી મહારાજનું મોરબીના આંગણે શુભ આગમન થયું હતું. આ પ્રસંગે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, મહાનુભાવો અને હજારો હરિભક્‍તો દ્વારા તેઓનું અત્‍યંત હર્ષોલ્લાસ અને ભક્‍તિભાવપૂર્વક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પૂ. અપૂર્વમુનિ સ્‍વામીએ ભાવભર્યું શાબ્‍દિક સ્‍વાગત કરતાં જણાવ્‍યું હતું કે, બરાબર ૭ વર્ષ, ૪ મહિના, ર દિવસ અને ૧૭કલાક બાદ પરમ પૂજ્‍ય મહંતસ્‍વામી મહારાજ ફરી એકવાર મોરબીની ધરાને પાવન કરવા અને લાભ આપવા પધાર્યા છે. આ તકે પૂ. બ્રહ્મ તીર્થ સ્‍વામી અને પૂજ્‍ય આત્‍મકીર્તિ સ્‍વામીએ પૂ.મહંતસ્‍વામી મહારાજનું પુષ્‍પહારથી ભક્‍તિભાવપૂર્વક સ્‍વાગત કર્યું હતું. દશેરાના પર્વ નિમિત્તે પૂ.સ્‍વામીએ તમામ ભક્‍તો માટે ફાફડા-જલેબી પ્રસાદીભૂત કર્યા હતા.

મોરબીના ઝૂલતા પુલ પાસે નવનિર્મિત BAPS સ્‍વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ શરૂ થવા જઈ રહ્યો છે. BAPS સ્‍વામિનારાયણ મંદિરના PR વિભાગમાં કાર્યરત ડો. અશ્વિન બરાસરાએ પાયાની ઈતિહાસથી લઈને મંદિરના બાંધકામ અને મહોત્‍સવના આયોજન સુધીની તમામ ઝીણવટભરી માહિતી આપી હતી.

અશ્વિન બરાસરાએ હર્ષભેર જણાવ્‍યું કે, આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ માટે BAPS સંસ્‍થાના વર્તમાન ગુરૂ પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજનું મોરબીની ‘મયુર નગરી'માં આગમન થઈ ચૂકયું છે. મોરબીના નામાંકિત ઉદ્યોગપતિઓએ તેમનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત અને અભિવાદન કર્યું છે.

વર્ષ ૨૦૦૧માં પરમ પૂજ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજના વરદ હસ્‍તે આ જમીનનું સંપાદન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ વર્ષ ૨૦૧૯માં વર્તમાન ગુરૂમહંત સ્‍વામી મહારાજના હસ્‍તે આ મંદિરનો શિલાન્‍યાસ થયો હતો. ૭ વર્ષની સઘન કામગીરી બાદ હવે ૨૦૨૬ની શરદ પૂર્ણિમાના (૨૫ ઓક્‍ટોબર) પવિત્ર દિવસે મહંત સ્‍વામી મહારાજના હસ્‍તે જ આ મંદિરની ભવ્‍ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.

૨૩ ઓક્‍ટોબરઃ સવારે વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને સાંજે વિશેષ અભિવાદન સમારોહ. ૨૪ ઓક્‍ટોબરઃ સવારે મહાયજ્ઞનો બીજો ભાગ. સાંજે ઠાકોરજીની ભવ્‍ય નગરયાત્રા નીકળશે. આ રથયાત્રા રામેશ્વર પાર્ટી પ્‍લોટથી શરૂ થઈ કેપિટલ માર્કેટ, બાપા સીતારામ ચોક, નેહરુ ગેટ, મહાનગરપાલિકા, શક્‍તિ ચોક ગરબી મંડળ થઈને બેઠા પુલ નીચેથી મંદિરે પહોંચશે. જેમાં ૩ થી ૪ હજાર સ્‍વયંસેવકો અને નગરજનો જોડાશે. આ યાત્રામાં નાસિક ઢોલ, આદિવાસી નળત્‍યો અને ભૂંગળ વિશેષ આકર્ષણ જમાવશે.૨૫ ઓક્‍ટોબર (શરદ પૂર્ણિમા):સવારે મહંત સ્‍વામી મહારાજના હસ્‍તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. કુલ ૪ મુખ્‍ય ગર્ભગળહ સહિત ૧૭ ગર્ભગળહમાં અક્ષર પુરૂષોત્તમ મહારાજ, રાધા કળષ્‍ણ દેવ, શિવ પરિવાર, રામ પરિવાર, ગણપતિજી, હનુમાનજી, ગુરુ પરંપરા અને અભિષેક માટે નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિઓ સ્‍થાપિત કરાશે. ૨૮ ઓક્‍ટોબર થી ૨ નવેમ્‍બરઃ દરરોજ સવારે ૬ થી ૮ પ્રાતઃ સભા અને સાંજે ૫ થી ૮ સાયં સભાનું આયોજન છે, જેમાં સંતોના પ્રવચનો, સાંસ્‍કળતિક કાર્યક્રમો અને મહંત સ્‍વામી મહારાજના દર્શનનો લાભ મળશે.

૨ નવેમ્‍બરઃ સાંજે ભવ્‍ય અને દિવ્‍ય મહિલા સંમેલન યોજાશે. ડો. બરાસરાએ વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્‍યું કે, આ ઉત્‍સવમાં સેવા આપવા માટે નાના બાળકોથી લઈને ૭૦ વર્ષના વડીલો સુધીના ૪૦૦૦ થી વધુ સ્‍વયંસેવકો ખડેપગે છે. આ સ્‍વયંસેવકોને રસોડા, ર્પાકિંગ, મેડિકલ, સુરક્ષા, પ્રેસ વગેરે જેવા ૪૨ થી વધુ વિભાગોમાં વહેંચવામાં આવ્‍યા છે. માત્ર રસોડા વિભાગમાં જ ૧૦૦૦ થી વધુ સ્‍વયંસેવકો રાત-દિવસ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત, ભારત અને વિદેશથી ૫૦૦ થી વધુ સંતો મોરબીના આંગણે પધાર્યા છે.

ડો. બરાસરાએ વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્‍યું કે, આ ઉત્‍સવમાં સેવા આપવા માટે નાના બાળકોથી લઈને ૭૦ વર્ષના વડીલો સુધીના ૪૦૦૦ થી વધુ સ્‍વયંસેવકો ખડેપગે છે. આ સ્‍વયંસેવકોને રસોડા, ર્પાકિંગ, મેડિકલ, સુરક્ષા, ઙ્કેસ વગેરે જેવા ૪૨ થી વધુ વિભાગોમાં વહેંચવામાં આવ્‍યા છે. માત્ર રસોડા વિભાગમાં જ ૧૦૦૦ થી વધુ સ્‍વયંસેવકો રાત-દિવસ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત, ભારત અને વિદેશથી ૫૦૦ થી વધુ સંતો મોરબીના આંગણે પધાર્યા છે.

અંતમાં ડો. અશ્વિન બરાસરાએ જણાવ્‍યું કે, BAPS સંસ્‍થા પૂરા વિશ્વમાં સેવાકાર્યો કરે છે. તાજેતરમાં રાજકોટમાં અપૂર્વમુનિ સ્‍વામી દ્વારા ૫૦ હજારથી વધુ લોકોની ઉપસ્‍થિતિમાં માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ યોજાયો હતો. ત્‍યારે તેમણે મોરબીના તમામ નગરજનોને અપીલ કરી કે, ૨૩, ૨૪ અને ૨૫ ઓક્‍ટોબરના રોજ કોઈપણ વ્‍યક્‍તિ ગમે ત્‍યારે આવીને દર્શન, મહાયજ્ઞ અને ભોજન પ્રસાદનો (બપોરે અને સાંજે) લાભ લઈ શકે છે.

(2:55 PM IST)