તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
પોરબંદરઃજાતિ પ્રત્યે અપમાનિત કરીને ધમકી આપતા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ
અગાઉથી પોલીસ ફરિયાદના કેસમાં સમાધાન માટે રૂપિયા આપવાની ના પાડતા ધમકી અપાઇ હતીઃ ૨ શખ્સો સામે ફરીયાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૫: અગાઉના પોલીસ ફરિયાદના કેસમાં સમાધાન માટે માંગેલા ૪૦ હજાર આપવાની ના પાડતા રાણાવાવ તાલુકાના રાણાવડવાળાના ૨ શખ્સોએ ગાળો આપીને જાતિ પ્રત્યે અપમાનિત કરીને મારી નાખવાની ધમકી થી મુંઝવણમાં મુકાયેલ યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ખસેડાયેલ છે.
રાણાવાવ તાલુકાના રાણાવડવાળાના રાજેશભાઇ ડાયાભાઇ ચાનપાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રાણાવડવાળાના અજય ભરતભાઇ ઓડેદરા અને મયુર પોપટભાઇ હીંડોચા બંને આરોપી માંથી મયુર પાસે એક વર્ષ પહેલાની પોલીસ ફરિયાદના કેસમાં સમાધાન માટે ફરીયાદ રાજેશભાઇ પાસે માંગેલા ૪૦ હજાર આપવાની ના પાડતા બંને આરોપી અજય ભરતભાઇ અને મયુર પોપટભાઇ બંને એ ગાળો આપીને જાતિ પ્રત્યે અપમાનિત કરીને ધમકી આપી હતી જેની મુંજવણ અને બીકથી રાજેશભાઇ ડાયાભાઇ એ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ પોલીસ ફરીયાદની તપાસ ડીવયાએસપી ધ્રુવલ સી. સુતરિયા ચલાવે છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
