તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 5th November 2026
પોરબંદરઃ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના ખુન કેસમાં આરોપીની જામીન અરજી મંજુર

પોરબંદર, તા.૫: પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી ખુનકેસના ગુનામાં આરોપીને પોરબંદર કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
પોરબંદર જીલ્લાના પોરબંદર તાલુકાના બગવદર ગામે તા.૨૯/૧૨/૨૦૨૫ નાં રોજ પી. એસ. આઈ. એ. એસ. બારા દ્રારા એવા મતલબની ફરીયાદ નોંધાવેલી હતી. કે, આરોપી રામદે કાના અમર તથા જેઠા ઉર્ફે કારીયો સામત ઓડેદરા દ્રારા મમતાબેન મળત્યુંજૈન યાદવ કે જે ખંભાળીયા રહેતા હોય અને તેઓને પોતાની વાડીએ બોલાવેલા હોય અને ગુજરનારને ૩ દિવસ આરોપીએ પોતાની વાડીએ રાખેલા હોય અને તે અન્વયે ગુજરનારે રૂા.૪૫,૦૦૦/- અંકે રૂપિયા પીસતાલીસ હજાર પુરા માંગતા અને આરોપીઓ રૂા. ૧૫,૦૦૦/- અંકે રૂપિયા પંદરહજાર પુરા દેવા માંગતા હોય અને તેથી ગુજરનારે બળાત્કારની ફરીયાદ કરવાની ધમકી આપતા હોય તેથી આરોપીએ તેને મારી નાંખેલી હોય તેવા મતલબની વિગતવારની ફરીયાદ દાખલ કરાવેલી હતી.
આ સંદર્ભે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલા હતાં. અને ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ જેઠા ઉર્ફે કારીયો સામત ઓડેદરાને ગુજરાત હાઈકોર્ટ દ્રારા જામીન આપતા તેથી રામદે કાના અમર દ્રારા પોરબંદરના એડવોકેટ ભ૨તભાઈ લાખાણી મારફતે પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા આરોપી રામદે કાના અમરને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમા આરોપીઓ વતી પોરબંદરનાં એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ, નવધણ જાડેજા, ભુમી વ૨વાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારઘી અને સહાયક તરીકે નિલેશ એમ. પરમાર રોકાયેલા હતાં.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
